સંદેશ

1.5M Followers

PUBGના દીવાનાઓ માટે માઠા સમાચાર, આજથી ભારતમાં બંધ થઈ જશે પબ્જી

30 Oct 2020.10:11 AM

PUBG Mobile અને PUBG Mobile Liteને સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો. પણ તે બાદથી જે લોકોના ફોન પર પબ્જી મોબાઈલ અને પબ્જી લાઈટ પહેલેથી ડાઉનલોડ હતા તે આરામથી આ એપનો ઉપયોગ કરી રહ્યા હતા. પણ હવે આજે એટલે કે 30 ઓક્ટોબરથી પબ્જી મોબાઈલ અને પબ્જી લાઈટને ભારતીય યુઝર્સ ઉપયોગ કરી શકશે નહી. અને આની જાણકારી ખુદ PUBG INDIAના ઓફિશિયલ ફેસબુક પેજ પર આપવામાં આવી છે.

ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું કે, ડિયર ફેન્સ, 2 સપ્ટેમ્બર 2020ના રોજ સરકારના આદેશ બાદ Tencent ગેમ્સ ભારતમાં પોતાની તમામ સર્વિસ અને એક્સેસને 30 ઓક્ટોબર 2020ના રોજ બંધ કરવા જઈ રહ્યું છે.

યુઝરના ડેટાની સુરક્ષા અમારા માટે સર્વોચ્ય પ્રાથમિકતા રહી છે અને અમે હંમેશા ભારતમાં લાગુ ડેટા સુરક્ષા કાનૂનો અને નિયમોનું પાલન કર્યું છે. અહીંથી જવાનો અમને ખુબ જ અફસોસ છે. તમારા બધાનો આભાર.

ભારતતમાં પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાટઈ બેન થવાથી ટેન્સેન્ટને 2.48 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પબ્જીને વર્ષ 2018માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને 2020માં પ્રતિબંઘ લગાવ્યો ત્યાં સુધી ભારતમાં તેના સૌથી વધારે યુઝર્સ હતા. દુનિયાના કુલ યુઝર્સમાં ભારતના 24 ટકા યુઝર્સ હતા. અને હવે પબ્જીએ દેશને ટાટા-બાય બાય કરી દીધું છે.

આ વીડિયો પણ જુઓઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags