સંદેશ

1.5M Followers

મુંબઇ અને દિલ્હી વચ્ચે ક્વોલિફાયર-૧ રમાશે

03 Nov 2020.01:10 AM

। અબુધાબી ।

દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે પરાજય આપ્યો હોવા છતાં બંને ટીમો પ્લે ઓફ માટે ક્વોલિફાય થઇ ચૂકી છે. પ્લે ઓફના ચોથા સ્થાન માટે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રસાકસી જામી છે. મંગળવારે હૈદરાબાદ જીતશે તો તે પ્લે ઓફ માટે ક્વોલિફાય થશે અને જો હારશે તો કોલકાતા અંતિમ-૪માં સ્થાન મેળવશે. દિલ્હીની ટીમ અગાઉથી પ્લે ઓફ માટે ક્વોલિફાય થઇ ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સામે ક્વોલિફાયર-૧ રમશે.

બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર ધવન તથા રહાણેએ નોંધાવેલી અડધી સદીની મદદથી દિલ્હીએ બેંગ્લોરને પરાજય આપ્યો હતો. બેંગ્લોરના સાત વિકેટે ૧૫૨ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર દિલ્હીની ટીમે ૧૯ ઓવરમાં ચાર વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ધવને ૪૧ બોલમાં ૫૪ તથા રહાણેએ ૪૬ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. રહાણેએ આઇપીએલમાં ૨૮મી તથા ધવને ૪૦મી અડધી સદી ફટકારી હતી. આ પહેલાં દિલ્હીની ઇનિંગમાં પડ્ડિકલે ૫૦ તથા ડીવિલિયર્સે ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. રબાડાએ બે તથા નોર્તઝેએ ૩૩ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. પડ્ડિકલે અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર તરીકે આઇપીએલના ઇતિહાસમાં સર્વાધિક અડધી સદી નોંધાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ૧૩મી સિઝનમાં પાંચમી અડધી સદી ફટકારી હતી. આ રીતે તેણે શિખર ધવન તથા શ્રેયસ ઐય્યરને પાછળ રાખી દીધા હતા.

આઈપીએલ પોઈન્ટ ટેબલ

ટીમ મેચ જીત હાર અંક

મુંબઇ ઇન્ડિયન્સ ૧૩ ૦૯ ૦૪ ૧૮

દિલ્હી કેપિટલ્સ ૧૪ ૦૮ ૦૬ ૧૬

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૪ ૦૭ ૦૭ ૧૪

કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૪ ૦૭ ૦૭ ૧૪

સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૩ ૦૬ ૦૭ ૧૨

કિંગ્સ ઇલેવન પંજાબ ૧૪ ૦૬ ૦૮ ૧૨

ચેન્નઇ સુપર કિંગ્સ ૧૪ ૦૬ ૦૮ ૧૨

રાજસ્થાન રોયલ્સ ૧૪ ૦૬ ૦૮ ૧૨

(પોઈન્ટ ટેબલ DC V/s RCBની મેચ સુધીનું)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags