સંદેશ

1.5M Followers

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, GPFના વ્યાજદરને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર

04 Nov 2020.1:04 PM

લોકડાઉન (Lockdown) વચ્ચે ગુજરાત સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકાજનક સમાચાર છે. સરકારે હવે જનરલ પ્રોવિંડેટ ફંડ (GPF)ના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે નવી વ્યાજ દરને લાગૂ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર GPF વ્યાજદરમાં ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે, જેના કારણે કર્મચારીઓના GPF વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે. અગાઉ પ્રમાણે 7.1% વ્યાજદર યથાવત રહેશે. 31 ડિસેમ્બર 2020 સુધી 7.1 ટકા વ્યાજ દર રહેશે.

એક અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ 2020થી 30 જૂન 2020 સુધી GPF અને બીજા ફંડ પર 7.1% વ્યાજ ચાલી રહ્યું છે. ગત ત્રિમાસિક સુધી તેના પર 7.9 ટકા વ્યાજ મળતું હતું. GPFના વ્યાજદર ત્રિમાસિક આધાર પર નક્કી થાય છે.

GPF ફક્ત સરકારી કર્મચારીઓ માટે છે. આ એક પ્રકારની રિટારમેંટ પ્લાનિંગ છે. કારણે તેની રકમ કર્મચારી કર્મચારીઓને નિવૃતિ બાદ મળે છે. સરકારી કર્મચારી પોતાના પગારનો 15 ટકા સુધી GPF ખાતામાં યોગદાન કરી શકે છે.

પ્રોવિડેંટ ફંડ વિશે આપણે બધા જાણીએ છીએ. આ રકમ કર્મચારીઓના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. તાજેતરમાં જ PF પર વ્યાજ દર વધાની 8.65 કરી દેવામાં આવ્યું છે. પરંતુ, શું તમને ખબર છે કે પ્રોવિંડેન્ટ ફંડ (PF) ત્રણ પ્રકારના હોય છે. પહેલો એમ્પોય પ્રોવિડેન્ટ ફંડ (EPF), બીજો જનરલ પ્રોવિંડેન્ટ ફંડ (GPF) અને ત્રીજો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) થાય છે. ત્રીજામાં ખૂબ અંતર હોય છે જેના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. સરકાર દ્વારા સમયાંતરે ત્રણેય પર મળનાર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.

શું હોય છે GPF?

જનરલ પ્રોવિડેન્ટ ફંડ ફક્ત સરકારી કર્મચારી માટે હોય છે. પ્રાઇવેટ કર્મચારીઓ માટે EPF હોય છે. GPF પર 8 ટકા વ્યાજ દર મળે છે. જો કોઇ સરકારી કર્મચારી સસ્પેંડ થઇ જાય છે તો તે GPF માં જમા કરાવી ન શકો. જ્યારે કોઇ સરકારી કર્મચારી રિટાયર થવાનો હોય તો રિટાયરમેન્ટના ત્રણ મહિના પહેલાં GPF એકાઉન્ટ બંધ થઇ જાય છે. તેનાપર હાલમાં 8 ટકા વ્યાજ મળે છે. સરકારી કર્મચારી તેની અવેજમાં એડવાન્સ લોન પણ લઇ શકે છે, જેના બદલામાં વ્યાજ ચૂકવવાનું હોતું નથી. લોનની રકમ EMI ના રૂપમાં ચુકવવાની હોય છે.

જુઓ આ પણ વીડિયો: રોહિત પટેલને સાયન્સ સીટી વિસ્તારમાં મેપ મેન તરીકે ઓળખવામાં આવે છે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags