સંદેશ

1.5M Followers

શું તમારે પણ ફોનમાંથી DELET થઇ ગયા છે બધા નંબર, તો આ રીતે કરો Restore

04 Nov 2020.2:24 PM

સ્માર્ટફોનમાં (Smart phone)સેવ સેકડો કોન્ટેક્ટ નંબર્સના ડિલીટ થઇ જવાથી કેટલીક વખત જરૂરિયાત વખતે મુશ્કેલી પડે છે. જે અનેક કારણોસર ડિલીટ (Delet)થઇ શકે છે. ફોન ખોવાઇ જવા, ચોરી થવા કે ખરાબ થવા જેવી પરિસ્થિતિઓમાં જો મિત્રો, ફેમિલી મેમ્બર્સના નંબર જતા રહે છે તો તેને ફરીથી સેવ કરવામાં વધારે સમય લાગી શકે છે. જો તમે ફોનમાંથી પણ જરૂરી નંબર ડિલીટ થઇ ગયા છે તો ગૂગલની મદદથી તમે તેને રીસ્ટોર (Restore)કરી શકો છો. સાથે જ જો તમે તમારા કોન્ટેક્ટને ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ નથી લીધો તો તરત આવું કરવું જોઇએ.

તમે ગૂગલ સ્માર્ટફોન (Google smartphone) અથવા સિમ કાર્ડમાં સેવ કોન્ટેક્ટ્સનો બેકઅપ લઇને અથવા તેને ગૂગલ પર સેવ કરી શકો છો.

આ પછી, જો તમે તમારો ફોન ખોવાઇ જાય છે તો નવો ફોન લો છો તો સહેલાઇથી તમને કોન્ટેક્ટ્સ રીસ્ટોર કરી શકાય છે. કોઇપણ એક એન્ડ્રોયડ ડિવાઇસથી બીજા જૂના કોન્ટેક્ટ્સ રીસ્ટોર કરી શકાય છે. એવામાં જરૂરી કોન્ટેક્ટ્સ ડિલીટ થઇ ગયા તો પરેશાન થવાની જરૂરત નથી. તમારે ગૂગલ પર કોન્ટેક્ટ્સ સ્ટોર અને રીસ્ટોર કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

એક્સપોર્ટ કરો કોન્ટેક્ટ્સ

- તમારા Android સ્માર્ટફોન અથવા ટેબ્લેટની કોન્ટેક્ટ્સ એપ્લિકેશન પર જાઓ.
- અહીં જમણી બાજુએ બતાવેલ મેનુ પર ટેપ કરો અને સેટિંગ્સ પર જાઓ.
- જે બાદ તમને Export નો ઓપ્શન આપવામાં આવ્યો છે.
- તમે કયા એકાઉન્ટમાંથી કોન્ટેક્ટ્સનું બેકઅપ લેવાનું છે તે પસંદ કરી શકો છો.
- પછી Export to .VCF file પર ટેપ કરો અને કોન્ટેક્ટ્સનો બેક અપ બની જશે.

ઓટોમેટિક બેકઅપ ઓન કરો

જ્યારે તમે કોઈ નવા સ્માર્ટફોન પર ગુગલ એકાઉન્ટ સેટ કરી રહ્યાં હોવ ત્યારે, ગૂગલ તમને પૂછે છે કે શું તમે ફોનના ડેટાને ગૂગલ ડ્રાઇવ પર બેક અપ કરવા માંગતા હો, તો તમારે અહીં ટોગલ ઓન રાખવું પડશે. આ સિવાય, તમે તેને તમારા ફોનની સેટિંગ્સથી પણ બદલી શકો છો,

- તમારા Android ફોનની સેટિંગ્સ ખોલો.
- આ પછી, System પર જાઓ અને Backup પર ટેપ કરો.
- અહીં Back up to Google Driveની સામે દેખાઇ રહેલા ટૉગલ ઓન કરી દેવાનું છે.
બેકઅપથી આ રીતે રીસ્ટોર કરો કોન્ટેક્ટ્સ

- પહેલા તમારા ફોનની સેટિંગ્સ પર જાઓ.
- પછી ગૂગલ પર ટેપ કરો.
- અહીં Services ની અંદર Restore Contactsનો ઓપ્શન જોવા મળશે.
- જો તમે ઘણા એકાઉન્ટમાંથી લોગઇન રાખ્યું છે તો ડિવાઇસ તમને પૂછશે કે કયા એકાઉન્ટ્સથી કોન્ટેક્ટ્સ રિસ્ટોર કરવાના છે.
- આ પછી, જૂના ફોનના નામ પર ટેપ કરો જેના સંપર્કો તમે કોપી કરવા માંગો છો.
- અહીંથી તમને SIM Card અને Device storageનો વિકલ્પ મળશે.
હવે Restore પર ટેપ કરો અને થોડા સમય પછી તમને 'Contacts restored' લખવામાં આવશે.
- સારી વાત એ છે કે ફોનમાં અગાઉ સેવ કરેલા સંપર્કો ફરીથી રિસ્ટોર નહીં થાય, આમ ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સ બનશે નહીં.

ST નિગમ દ્વારા 4 નવે. થી વધુ 34 પ્રિમીયમ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags