GSTV

1.4M Followers

આધાર/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના આ રીતે ઓર્ડર કરો PVC કાર્ડ, મિનિટોમાં બનીને થઇ જશે તૈયાર

05 Nov 2020.10:42 AM

PVC Aadhaar Card: આજના સમયમાં આપણા સૌ માટે આધાર કાર્ડ જરૂરી છે, જેના વિના આપણે આપણા ઘરથી લઇને સરકારી કામકાજ વિશે વિચારી પણ ન શકીએ. તેવામાં તમારી પાસે આધાર કાર્ડ હોવુ ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં લેતા UIDAIએ ઉપભોક્તાઓ માટે વધુ એક ખાસ સુવિધા જારી કરી છે. UIDAIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તમારી પાસે આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો પણ તમે તમારુ નવુ Aadhaar PVC Card ઓર્ડર કરી શકશો.

જારી કર્યુ હતુ PVC કાર્ડ

UIDAIએ કાર્ડની સેફ્ટીને ધ્યાનમાં લેતા તાજેતરમાં જ Aadhaar PVC કાર્ડની શરૂઆત કરી છે.

કોઇપણ આધાર કાર્ડધારક UIDAIની વેબસાઇટ પરથી નવુ PVC કાર્ડ ઓર્ડર કરી શકે છે. UIDAIએ જણાવ્યું કે નવા પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) આધાર કાર્ડને સાથે રાખવુ ખૂબ જ સરળ છે. તેની સાઇઝ એટલી નાની છે કે તેને તમે તમારા વૉલેટમાં રાખી શકો છો.

UIDAIએ કર્યુ ટ્વીટ

UIDAIએ ટ્વીટમાં લખ્યું '#AadhaarInYourWallet શું તમારી પાસે આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નથી? ચિંતા ન કરો, તમે તમારા આધાર પીવીસી કાર્ડના ઓર્ડરના ઓથેંટિકેશન માટે કોઇપણ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકો છો. ઓર્ડર કરવા માટે https://residentpvc.uidai.gov.in/order-pvcreprint પર ક્લિક કરો'

રજીસ્ટર્ડ મોબાઇલનંબર વિના આ રીતે ઓર્ડર કરો PVC આધાર કાર્ડ

  • તેના માટે તમારે સૌથી પહેલા Aadhaar Number અથવા વર્ચુઅલ આઇડી અથવા ઇઆઇડીમાંથી કોઇ એકને સિલેક્ટ કરવાનું છે.
  • તે બાદ કેપ્ચા કોડ નાંખો.
  • હવે My Mobile number is not registered સામે દેખાઇ રહેલા બોક્સ પર ક્લિક કરો.
  • બોક્સ પર ક્લિક કરતાં જ તમારી સામે મોબાઇલ નંબર એન્ટર કરવાનો વિકલ્પ આવી જશે.
  • અહીં મોબાઇલ નંબર નાંખો અને પછી Send OTP પર ક્લિક કરો.
  • તે બાદ તમારે 50 રૂપિયા ફી ચુકવવાની છે અને તમારુ નવુ PVC કાર્ડ ઓર્ડર કરી શકાશે.

PVC પર પ્રિન્ટ કરાવાની ચુકવવી પડશે ફી

PVC કાર્ડ પર આધાર પ્રિન્ટ કરાવા માટે 50 રૂપિયા ફી ચુકવવાની છે. જણાવી દઇએ કે PVC કાર્ડ એક પ્રકારનું પ્લાસ્ટિકનું કાર્ડ છે. જેનો મોટાભાગે ATM કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં ઉપયોગ થાય છે.

PVC આધાર કાર્ડની ખાસિયત

નવુ પીવીસી આધારકાર્ડ સલામતીમાં તેમજ ટકાઉપણાંમાં અગાઉના આધારકાર્ડ કરતા વધુ સારુ છે. આધાર પીવીસી કાર્ડ આધુનિક સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે. નવા આધારકાર્ડની છાપવાની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. યુઆઇડીએઆઇએ પીવીસી આધારકાર્ડમાં ઘણી સુરક્ષા સુવિધાઓ પણ ઉમેરી છે, જેમાં ગિલોચ પેટર્ન, હોલોગ્રામ અને ઘોસ્ટ ઇમેજ અને માઇક્રો ટેક્સેટ્સ સ્થાપિત લગાવવામાં આવ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags