VTV News

1.2M Followers

વિચારજો / કોરોનાઃ આ રાજ્યમાં સ્કૂલ ખુલ્યા પછી વિદ્યાર્થી અને શિક્ષકોનો સંક્રમિત આંકડો જાણી ચોંકી જશો તમે

06 Nov 2020.11:36 AM

આંધ્ર પ્રદેશમાં 9 અને 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટે 2 નવેમ્બરથી સ્કૂલ પુનઃ ખોલવાના નિર્ણય લીધા પછી ત્રણ દિવસ બાદ 262 વિદ્યાર્થીઓ અને 160 શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યાં છે.

સ્કૂલ શિક્ષણ આયુક્ત વી ચિન્ના વીરભદુદુએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી. શિક્ષણ આયુક્તે કહ્યું કે સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓની સરખામણીમાં સંક્રમિત વિદ્યાર્થીઓના આંકડા ચિંતા કરવા જેવી વાત નથી. વી ચિન્ના વીરભદુદુએ કહ્યું કે પ્રત્યેક સંસ્થામાં કોવિડ-19 સુરક્ષા નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલા લેવામાં આવી રહ્યાં છે.

શિક્ષણ આયુક્તે કહ્યું કે 4 નવેમ્બરના રોજ અંદાજે 4,00,000 વિદ્યાર્થીઓ સ્કૂલ પહોંચ્યાં.

જ્યારે સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્ય 262 છે, જે 4,00,000 વિદ્યાર્થીઓનું 0.1 ટકા પણ નથી. આ સાથે એમ પણ કહેવું સત્ય નથી કે સ્કૂલ જવાના કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા. અમે નક્કી કર્યું છે કે પ્રત્યેક વર્ગમાં માત્ર 15 અથવા 16 વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત રહે. આ ચિંતાનું કારણ નથી.

જો કે વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં 9 અને 10મા ધોરણ માટે 9.75 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 3.93 લાખ વિદ્યાર્થી સ્કૂલ આવ્યાં. કુલ 1.11 લાખ શિક્ષકોમાંથી 99,000થી વધારે શિક્ષકોએ શૈક્ષિણક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ભણાવામાં આવ્યાં.

વીરભદ્રદુએ જણાવ્યું કે 1.11 લાખ શિક્ષકોમાંથી અંદાજે 160 શિક્ષક કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. તેઓએ કહ્યું કે ગરીબ વિદ્યાર્થી સ્કૂલ બંધ થવાથી સૌથી વધારે પ્રભાવિત થયા છે કારણ કે ઓનલાઇન ભણતર તેમની પહોંચની બહાર છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags