GSTV

1.3M Followers

ખેડૂતો આનંદો! તામારા ખાતામાં આ દિવસે આવશે 2 હજાર રૂપિયાનો હપ્તો, ચેક કરી લો તમારો રેકોર્ડ

08 Nov 2020.2:00 PM

મોદી સરકાર પોતાની સૌથી મોટી કિસાન યોજના હેઠળ ખેતી માટે તમારા બેન્ક એકાઉન્ટમાં ફરી 2 હજાર રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમનો સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી આવવાનો શરૂ થઈ જશે. એટલે 25 દિવસ બાદ કેન્દ્ર સરકાર તમારા ખાતામાં 2 હજાર રૂપિયા નાખશે. આ સ્કીમ હેઠળ વર્ષના ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને 6 હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે. છેલ્લા 23 મહીનામા કેન્દ્ર સરકાર 11.17 કરોડ ખેડૂતોને સીધા 95 કરોડ રૂપિયાથી વધુની મદદ આપી ચૂકી છે.

ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે

જણાવી દઈએ કે, પીએમ કિસાન સમ્માન યોજનામાં કેન્દ્ર સરકાર ત્રણ હપ્તામાં આ પૈસા ટ્રાંસફર કરે છે.

પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. જ્યારે કે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ અને ત્રીજો હપ્તો 1 ઓગષ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. જો કાગળ દુરસ્ત રહે તો બધા 11.17 કરોડ રજિસ્ટર્ડ ખેડૂતોને સાતમાં હપ્તાનો લાભ પણ મળશે. તેથી પોતાનો રેકોર્ડ ચેક કરી લો. જેથી પૈસા મળવામાં સમસ્યા ન થાય. રેકોર્ડમાં કોઈપણ ગરબડ હોય તો નિશ્વિત રીતે તમને આ યોજનાનો લાભ મળી શકશે નહી.

કૃષિ મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, 1.3 કરોડ ખેડૂતોને અરજી કર્યા બાદ પણ તેથી પૈસા મળી શક્યા નથી. કારણ કે, કાં તો તેમને રેકોર્ડમાં ગરબડી છે અથવા ફરી આધાર કાર્ડ નથી. સ્પેલિંગમાં ગરબડીથી પણ પૈસા રોકાઈ શકે છે.

કેવી રીતે ચેક કરશો રેકોર્ડ ઠીક છે કે નહી

  • પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમની સત્તાવાર વેબસાઈટ છે. વેબસાઈટને લોગ ઈન કરવાનું રહેશે. તેમાં આપવામાં આવેલ 'Farmers Corner' વાળા ટેબમાં ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે પહેલા અરજી કરી છે અને તમારું આધાર સારી રીતે અપલોડ નથી થયુ અથવા કોઈ કારણથી આધાર નંબર ખોટો દાખલ થઈ ગયો છે તો તેની જાણકારી તેમાં મળી જશે.
  • ફાર્મર કોર્નરમાં ખેડૂતોને ખુદને જ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર્ડ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
  • તેમાં સરકારે બધા લાભાર્થીઓની સંપૂર્ણ યાદી અપલોડ કરી દીધી છે. તમારી અરજીની સ્થિતિ શું છે. તેની જાણકારી કિસાન આધાર સંખ્યા/ બેન્ક ખાતા/ મોબાઈલ નંબર થકી કરી શકો છો.
  • જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે તેમનું પણ નામ રાજ્ય/જિલેવાર/તહસીલ/ગામના હિસાબથી જોઈ શકાશે.

મંત્રાલય સાથે સંપર્ક કરવાની આ છે સુવિધા

કારણ કે, આ મોદી સરકારની સૌથી મોટી કિસાન સ્કીમ છે. તેથી ખેડૂતોને ઘણા પ્રકારની સહુલિયતો પણ આપવામાં આવી છે. તેમાંથી એક છે હેલ્પલાઈન નંબર. જેના થકી દેશના કોઈપણ ભાગના ખેડૂત સીધા કૃષિ મંત્રાલય સાથે સંપર્ક કરી શકે છે.

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઈન નંબર્સ: 011—23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606
  • પીએમ કિસાનની વધુ એક હેલ્પાલાઈન છે: 0120-6025109
  • ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

નવા ખેડૂતો કેવી રીતે કરશે રજિસ્ટ્રેશન

જો તમે અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નિધિ મેળવવા માટે રજિસ્ટ્રેશન નથી કર્યુ તો, તમે આ રીતે રજિસ્ટ્રેશન કરાવી ફાયદો ઉઠાવી શકો છો. સૌ પ્રથમ તમારે આ સ્કીમ સાથે જોડાયેલી સત્તાવાર સાઈટ પર જવું પડશે. જેમાં Farmer Corners નો ઓપ્શન જોવા મળશે. તેના પર New Farmer Registration કોલમમાં ક્લિક કરો.

ત્યારબાદ તમારી સામે એક નવી વિંડો ખુલશે. જેમાં તમારે આધાર કાર્ડનું વિવરણ પણ ભરવાનું છે. બાદમાં ક્લિક હિયર ટૂ કોનિટન્યૂ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે જેમાં જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છો તો તમારી ડિટેલ્સ આવી જશે અને રજિસ્ટ્રેશન પ્રથમ વખત કરી રહ્યા છો તો લખવામા આવશે કે,RECORD NOT FOUND WITH GIVEN DETAILS, DO YOU WANT TO REGISTER ON PM-KISAN PORTAL તેના પર તમારે YES કરવાનું છે.

ત્યારબાદ ફોર્મ દેખાશે જેને ભરવાનું હશે. તેમાં સાચી-સાચી જાણકારી ભર્યા બાદ સેવ કરી દો. ત્યારબાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે જેમાં તમારી પાસે તમારી જમીનની ડિટેલ માગવામાં આવશે. ખાસ કરીને ખસરા નંબર અને ખાતા નંબર. તેને ભરી સેવ કરી દો. સેવ કરતા જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે. તમારા એક રજિસ્ટ્રેશન નંબર અને રિફરેંસ નંબર મળશે જેને તમે પાસે સંભાળી લો. ત્યારબાદ પૈસા આવવાના શરૂ થઈ જશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags