GSTV

1.3M Followers

ખુશખબર : 4500 રૂપિયાની કિંમતનું ટેબલેટ વિદ્યાર્થીઓને મળશે માત્ર 1 હજારમાં, 20 હજારથી વધુનું થયું બુકીંગ

07 Nov 2020.10:44 PM

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરતની મલ્ટી નેશનલ અને માર્કેટિંગ કંપની દ્વારા ' એજ્યુ ટેબ 'નામનું ટેબ્લેટ લોન્ચ કરવામાં આવ્યું છે. જે ટેબ્લેટ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નજીવા દરે આપવામાં આવશે. બજાર ભાવ કરતા ખૂબ જ ઓછા ભાવે આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. 20 હજાર જેટલાં ટેબ્લેટનું બુકીંગ થઈ ગયું છે. આવતીકાલથી તેની ડિલિવરી શરૂ કરવામાં આવનાર છે. ટેબ્લેટની સામાન્ય કિંમત 4 હજાર 500 રૂપિયા છે. પરંતુ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયાની કિંમતે આપવામાં આવશે. આ એજ્યુ ટેબમાં 2-જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ રેમનો સમાવેશ થાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags