Zee News ગુજરાતી

735k Followers

ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા

07 Nov 2020.10:58 PM

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે ઉપરાષ્ટ્રપતિ બની રહ્યાં છે અને આ પ્રથમવાર હશે કે ભારતીય મૂળ સાથે જોડાયેલા કોઈ મહિલા અમેરિકામાં એક મોટું પદ સંભાળશે.

અમેરિકી ચૂંટણી પરિણામો પરથી પડદો ઉઠ્યા બાદ કમલા હેરિસે ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે એક વીડિયો શેર કરતા લખ્યું કે, આ ચૂંટણી જો બાઇડેન અને મારા માટે વધુ મહત્વની છે.

આ અમેરિકાની આત્મા અને તેના માટે લડવાની અમારી ઈચ્છા વિશે છે. અમારે આગળ ઘણા કામ છે. આવો શરૂ કરીએ.

This election is about so much more than @JoeBiden or me. It's about the soul of America and our willingness to fight for it. We have a lot of work ahead of us. Let's get started.pic..com/Bb9JZpggLN

- Kamala Harris (@KamalaHarris) November 7, 2020

મહત્વનું છે કે 55 વર્ષના કમલા હેરિસના માતા ભારતીય મૂળના છે. તેમના પિતા જમૈકા મૂળના છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ થનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકી છે. અમેરિકામાં સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા હશે. હેરિસ આ પદ પર પહોંચનાર પ્રથમ દક્ષિણ એશિયન મહિલા હશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags