VTV News

1.2M Followers

નિર્ણય / ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક : આ તારીખથી માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાની જાહેરાત

11 Nov 2020.12:16 PM

રાજ્યમાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ થશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી છે.

રાજ્યમાં સરકારે માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટિંગ બાદ નિર્ણય કર્યો છે. આગામી 23 નવેમ્બરથી ધો 9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે. જ્યારે ધો. 1થી 8નો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. તમામ ઉંમરના શિક્ષકોએ ફરજિયાત આવવાનું રહેશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.

ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈને મહત્વની વાતો

  • 23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ
  • 23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે
  • મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
  • શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય
  • વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે
  • ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે
  • ગુજરાતમાં 23મી નવેમ્બરથી ખૂલશે શાળા-કોલેજ
  • દિવાળી પછી 23મી નવેમ્બરથી ગુજરાતમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીમાં વર્ગશિક્ષણ શરૂ થશે
  • ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ થશે
  • ધોરણ 1 થી 8ના વર્ગો ક્યારે શરૂ કરવા તે આ શાળા-કોલેજના અનુભવો પછી નક્કી કરાશે
  • ઓડ-ઈવનનો વિકલ્પ છે, જ્યાં ધો.9 અને 10 છે ત્યાં સોમ, બુધ શુક્ર 9મું ધોરણ અને બાકીના મંગળ, ગુરુ, અને શનિએ 10મા ધોરણના વર્ગો શરૂ રહેશે
  • ધોરણ 11 અને 12 માટે પણ ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે
  • કોલેજો-યુનિવર્સિટીઓમાં પણ 23મી નવેમ્બરથી શૈક્ષણિક વર્ગો શરૂ થશે
  • કોલેજ-યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે
  • ગ્રેજ્યુએટ કક્ષાએ માત્ર ફાઈનલ ઈયર એટલે કે કોલેજના છેલ્લા વર્ષમાં હોય એના જ ક્લાસ જ શરૂ થશે
  • ઈજનેરી, પોલિટેકનિક, ITIમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના જ ક્લાસ શરૂ થશે
  • શાળા કોલેજોએ દરેક વિદ્યાર્થીને વાલીની સંમતિનું ફોર્મ આપવાનું રહેશે અને સંમતિ મેળવવાની રહેશે
  • પ્રાર્થના, રિસેસમાં બાળકો એકઠા ન થાય તે માટે શાળા-કોલેજ ધ્યાન રાખશે
  • મધ્યાહન ભોજનની સબસિડી બાળકના વાલીના ખાતામાં ડિસેમ્બર સુધી જમા થતી રહેશે
  • કોઈ બાળકમાં સિમ્ટમ્સ દેખાય તો આચાર્ય નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરશે અને સારવાર મળે તે સુનિશ્ચિત કરશે
  • નોકરી કરતા તમામ શિક્ષકોએ શાળાએ આવવું પડશે
  • શાળા-કોલેજ પર આવતા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેન કરાશે
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags