VTV News

1.2M Followers

Diwali 2020 / ધનતેરસે સોનું નહીં તો આ 5માંથી કોઈ 1 વસ્તુઓ ખરીદી લો, ક્યારેય નહીં ખૂટે ધન

13 Nov 2020.07:16 AM

આજે દેશભરમાં ધનતેરસનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે અનેક તિથિનો સંયોગ હોવાથી ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 5.28 મિનિટથી સાંજે 5.59 મિનિટનો છે. આ વર્ષે આ 30 મિનિટ ધનતેરસની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે. આ શ્રેષ્ઠ સમયમાં ધનની પૂજાથી વિશેષ લાભ મળી રહે છે. આજના દિવસે સોનું ખરીદવાની એક ખાસ પરંપરા છે. પણ જો તમે સોનું ન ખરીદી શકો તો આ પાંચમાંથી કોઈ એક વસ્તુની ખરીદી કરીને તમારા ભાગ્યને વધારે બળવાન બનાવી શકો છો.

  • ધનતેરસની પૂજામાં લઈ આવો આ વસ્તુઓ
  • દેવી લક્ષ્‍મી થશે પ્રસન્ન અને નહીં રહે ધનની ખામી
  • 5માંથી કોઈ 1 વસ્તુથી દેવી લક્ષ્‍મી થશે પ્રસન્ન

લક્ષ્‍મીજીને ખુશ કરવા માટે કોઈ મોંઘી ચીજની જ જરૂર છે તેવું નથી.

તેમની કૃપા સામાન્ય ચીજોથી પણ થઈ શકે છે. ધનતેરસે તમે લક્ષ્‍મીજીની સાથે કુબરેની પૂજા પણ કરો છો તો તે શુભ રહે છે અને તમારા પર તેમના આર્શિવાદ કાયમ બની રહે છે. તો જાણો કઈ ચીજો ખરીદી લાવશો.

કોડી
ધનતેરસના દિવસે કોડીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્‍મીજી પ્રકટ થયા હતા, તો તેમની સાથે કોડી પણ આવી હતી. કોડી લક્ષ્‍મીજીને ખૂબ જ પ્રિય હોય છે. આ દિવસે પૂજામાં કોડી રાખવાથી લાભ થાય છે. પછી આ કોડીને તમારી તિજોરીમાં રાખી લો. ધનની વૃદ્ધિ થશે.

ચાંદી
ધનતેરસના દિવસે તમે સોનું ન ખરીદી શકો તો ચિંતા ન કરો. આ દિવસે તમે ચાંદીના વાસણ કે સિક્કા ખરીદી શકો છો. તેનાથી ઘરમાં યશ, કીર્તિ, સમૃદ્ધિમાં વધારો થવાની સાથે માતા લક્ષ્‍મી તમારી પર પ્રસન્ન રહે છે.

આખા ધાણાં
ધનતેરસના દિવસે સોનું સિવાય આખા ધાણાંની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાણા લાવો અને દિવાળીના દિવસે તેને ઉગાડો. જઘાણાનો વિકાસ સારો થશે તો તમારા ઘરમા સમૃદ્ધિ રહેશે અને જો તે પીળા કે ઓછા ઉગશે તો તમારું વર્ષ મુશ્કેલીઓ ભર્યું રહેશે.

વાસણ
ધનતેરસના દિવસે સોના સિવાય અને ધાતુ જેમકે પિત્તળ કે સ્ટીલના વાસણની ખરીદી સારી માનવામાં આવે છે. એક એવી માન્યતા છે કે જ્યારે ભગવાન ધનવંતરી પ્રકટ થયા, તો તેઓ એક પાત્રમાં અમૃત લઈને આવ્યા હતા. આ કારણે આ દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે.

દિવાળી પૂજનનો સામાન
ધનતેરસના દિવસે જ દિવાળીના તહેવારની પણ શરૂઆત થઈ જાય છે. 5 દિવસ સુધી ચાલતો આ તહેવાર આનંદ અને ઉત્સાહ લાવે છે. તો તમે આજે પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. તે શુભ ગણાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags