સંદેશ

1.5M Followers

પ્રાથમિક અને હાઈસ્કૂલના ૧૦,૫૧૮ શિક્ષકોની ભરતી એક વર્ષથી ટલ્લે ચઢી

15 Nov 2020.02:50 AM

। અમદાવાદ ।

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી ૧-૮-૨૦૧૮ના ઠરાવના કારણે છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડી હતી. જોકે ક્રમશઃ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાથી હવે ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતી માટેની જાહેરાત ડીસેમ્બર અંત સુધીમાં આવશે તેવુ શિક્ષણ વિભાગના સુત્રો દ્વારા જાણવામાં મળ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે, ગ્રાન્ટેડ માધ્યમિકમાં ૧,૯૯૭ અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૨,૯૦૦ જગ્યા પર ભરતી કરવાનું આયોજન છે. બીજી તરફ ગઈ દિવાળીમાં પ્રાથમિક અને હાઈસ્કૂલમાં ૧૦,૫૧૮ શિક્ષકોની ભરતી પૂર્ણ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી જેમાં હજુ સુધી માત્ર ૬૧૭ જગ્યા પર ભરતી પૂર્ણ કરાઈ છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વાહવાહી ખાટવા જાહેરાતો કરી દેવામાં આવે છે પરંતુ તેના અમલવારીમાં લાલીયાવાડી જ જોવા મળે છે. ગત ૨૩મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ૩ હજાર જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ૭,૫૧૮ શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી દિવાળી પછી તુરત જ પુર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતુ. જોકે શિક્ષણ વિભાગની આ જાહેરાત બાદ આ બીજી દિવાળી આવી ગઈ છે છતાં અમલ થતો નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags