Zee News ગુજરાતી

736k Followers

આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે, જાણો કેમ હોય છે 'પડતર' દિવસ

15 Nov 2020.2:39 PM

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે ઉજવણી કરવી તે અંગે અસમંજસમાં હોય છે. જેમાં ગઈકાલે બપોરે સુધી કાલી ચૌદશ અને બપોર પછી દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે રવિવારે બેસતું વર્ષ કે ,પરમ દિવસે ? તે અંગે લોકોમાં ભારે અસમંજસની સ્થિતિ છે. સોમવારે નૂતન વર્ષની ઉજવણી કરી શકાશે અને આજે રવિવારે પડતર દિવસ એટલે ધોખો રહેશે. પરંતુ આજે અમે પડતર દિવસ વિશે એટલે 'ધોખો' તેના વિશે માહિતી આપીશું. કેમ પડતર દિવસ આવે છે. આવો જાણીએ.

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.

સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,

'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
'પુષ્ય'થી પોષ,
'મઘા'થી મહા વગેરે..

આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.

ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.

પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો બફર' ( પડતર) દિવસ ગણાય.

જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...?? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કહેવાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags