VTV News

1.2M Followers

તમારા કામનું / જો તમે Google Payનો ઉપયોગ કરો છો તો આવતા વર્ષથી ચૂકવવો પડશે ચાર્જ, આ વાંચી લો નહીંતર...

25 Nov 2020.09:26 AM

જો તમે ગૂગલ પેથી પૈસાની લેવડદેવડ કરો છો તો આ સમાચાર તમારા માટે બહું જરુરી છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay જાન્યુઆરીથી પોતાની પીયર -ટૂ-પીયર પેમેન્ટ સુવિધાને બંધ કરવા જઈ રહ્યા છે. આના બદલામાં કંપની તરફથી ઈન્સ્ટેન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે. જેનો ઉપયોગ કરવા પર ચાર્જ આપવો પડશે.

  • નવા વર્ષથી ગૂગલ પે પર લાગી રહ્યો છે ચાર્જ
  • pay.google.com બંધ થશે
  • Google Payમાં થશે મોટો ફેરફાર

નવા વર્ષથી ગૂગલ પે પર લાગી રહ્યો છે ચાર્જ

મીડિયા રિપોર્ટ મુજબ હજું કંપનીઓએ આ ચાર્જને લઈને કોઈ માહિતી આપી નથી.

હાલમાં ગ્રાહકો ગૂગલ પે એપ અને pay.google.com બન્ને પ્લેટફોર્મના માધ્યમથી ટ્રાન્જેક્શન કરે છે. પરંતુ હવે ગૂગલે એક નોટિસ જારી કરીને યુઝર્સને નોટિફાઈ કર્યુ છે તેમની વેબ પેમેન્ટ સર્વિસ આવતા વર્ષે જાન્યુઆરીમાં કામ નહીં કરે.

pay.google.com બંધ થશે

9to5Googleના રિપોર્ટ મુજબ 2021ની શરુઆતમાં pay.google.com પ્લેટફોર્મ પર જઈને ન તો પૈસા મોકલી શકતો ન પૈસા મેળવી શકશો. પૈસા ટ્રાન્સફર કરવા માટે તેને ગૂગલ પે એપનો ઉપયોગ કરવો પડશે. એટલે કે ગૂગલ આવતા વર્ષથી pay.google.com ની સુવિધા બંધ કરશે. આ બાદ ગૂગલ એક નવી પેમેન્ટ એપ લાવવાની તૈયારીમાં છે.

Google Payમાં થશે મોટો ફેરફાર

પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર માટે ગત દિવસોમાં google તરફથી અનેક નવા ફિચર રજુ કરવામાં આવશે. આ તમામ ફિચર્સ અમેરિકન એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. કંપનીએ ગૂગલ પેના લોગોમાં ફેરફાર કર્યો છે.

ઈન્સ્ટેન્ટ મની ટ્રાન્સફર પર ચાર્જ

ત્યારે આવતા વર્ષથી ગૂગલ તરફથી ઈન્સ્ટેન્ટ મની ટ્રાન્સફર પર ચાર્જ વસૂલવામાં આવશે. જો એવું થાય છે તો ગ્રાહકો માટે મોટો ઝટકો છે. કેમ કે આજની તારીખમાં મોટા પાયે ગૂગલ પેના માધ્યમથી લેવડ દેવડ થયા છે. હવે રાહ જોવાની રહી કે કેટલો ચાર્જ લાગશે. ગૂગલનું કહેવું છે કે જ્યારે તમને બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો તો તેમાં એકથી 3 બિજનેશ દિવસનો સમય લાગે છે. જ્યારે ડેબિટ કાર્ડથી પૈસા તાત્કાલીક ટ્રાન્સફર થઈ જાય છે. આ માટે 1.5 ટકા અથવા 0.31 ડૉલરનો ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ગૂગલ તરફથી ઈન્ટન્સ મની ટ્રાન્સફર પર ચાર્જ વસૂલી શકાય છે. હાલમાં ગૂગલની સેવા ફ્રી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags