Zee News ગુજરાતી

734k Followers

કોરોનાના વધતા કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, 1 ડિસેમ્બરથી થશે લાગૂ

25 Nov 2020.5:01 PM

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં તો કોરોનાના દરરોજ 7 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં છે. તહેવારો દરમિયાન બજારોમાં ભેગા થયેલા લોકો સંક્રમણ ફેલાવવાનું મુખ્ય કારણ રહ્યાં છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે બુધવારે દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે મોનિટરિંગ, નિયંત્રણ અને સાવચેતી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના દિશા-નિર્દેશ 1 ડિસેમ્બરથી લાગૂ થશે અને 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે.

ગૃહ મંત્રાલયે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી કોરોના વાયરસ નિવારણના ઉપાય, વિભિન્ન ગતિવિધિઓ પર એસઓપી અને ટોળાને નિયંત્રિત કરવાના અરજીયાત ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.

States and UTs also need to enforce social distancing in offices. In cities, where weekly positivity rate is over 10%, States/UTs concerned shall consider implementing staggered office timings & other measures, to ensure social distancing: Ministry of Home Affairs#COVID19 https://t.co/EsQR48430P

- ANI (@ANI) November 25, 2020

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરી વસ્તુ ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. સ્થાનીક જિલ્લા, પોલીસ અને નગરપાલિકાના અધિકારી તે નક્કી કરવા માટે જવાબદાર હશે કે કન્ટેઈન્મેન્ટ ઉપાયોના નિયમોનું કડક રીતે પાલન થાય અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.

સરકારનું ધ્યાન કોરોના સંક્રમણ પર કાબુ મજબૂત કરવાનું છે. હાલમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધતા સાવચેતી રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન્સમાં પણ સિનેમા હોલ, થિએટર્સ, સ્વિમિંગ પૂલ વગેરેને લઈને પ્રતિબંધ જારી છે. સિનેમા હોલ હજુ 50 ટકા દર્શકોની સાથે ચાલશે. સ્પિમિંગ પૂલનો ઉપયોગ માત્ર સ્પોર્ટસ પર્સન્સ ટ્રેનિંગ માટે કરી શકશે. ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે કોઈપણ પ્રકારના કાર્યક્રમ ભલે તે ધાર્મિક હોય, સામાજીક હોય, રમત હોય, મનોરંજન કે શિક્ષણ હોય, તેમાં 200થી વધુ લોકો સામેલ ન થઈ શકે. હા, રાજ્ય સરકાર ઈચ્છે તો આ સંખ્યાને 100 કે તેનાથી ઓછી કરી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags