સાંજ સમાચાર

310k Followers

યુવાનો હવામાં ન ઉડે; કોરોના વાયરસ ફેફસામાં પહોંચી ગયા બાદ કોઈનો સગો થતો નથી : ડો.ત્રેહન

26 Nov 2020.12:33 PM

નવી દિલ્હી તા.26
દિલ્હી સહિત દેશમાં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે મેદાંતાના ચેરમેન તબીબ ડો. નરેશ ત્રેહને પીએમ 2.5 કણના કારણે પણ કોરોના ફેલાઈ રહ્યો હોય બેવડી સાવધાની રાખવા લોકોને ચેતવણી આપી છે.
તેઓએ જણાવ્યું હતું કે વેકસીન આવવામાં હજુ બે-ત્રણ મહિનાનો સમય છે ત્યાં સુધી વધુ સાવધાની રાખવાની જરૂર છે. માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ વગર ચાલે તેમ નથી. દિલ્હીની સ્થિતિ પર ડોકટરો અને નિષ્ણાંતો સતત વિમર્શ કરે છે. કોરોનાનો અટેક બેવડા ધોરણે થઈ રહ્યો છે.


આજે લોકો પર એક સાથે બે સંકટ આવી ગયા છે. તહેવારોમાં માસ્ક વગર ફરવાથી પ્રદૂષણ વધવાનાં કારણે આ સ્થિતિ થઈ છે. હવામાં પીએમ 2.5 (પ્રદૂષણ) ની માત્રા ખૂબ વધી ગઈ છે. વાયરસ તો ફેલાય જ છે તો આ કણ પર પણ વાયરસ બેસીને શરીર પર આવી શકે છે.

આ કાર્બન ફેફસાને નુકશાન કરે છે.

ડો. ત્રેહને વધુમાં કહ્યું કે મેડીકલ સિસ્ટમની હાલત પણ ખરાબ હોય સ્થિતિ કપરી બની રહી છે. હોસ્પિટલમાં બેડ ઘટે છે. સંક્રમીત લોકોના મોત વધી રહ્યા છે. યુવાનો બેફીકર રહેતા હોય તો તેઓ અંધારામાં છે. કારણ કે અનેક યુવાનોના જીવ ગયા છે. ફેફસામાં સંક્રમણ થઈ જાય તે બાદ ઉંમર સાથે કોઈ સંબંધ રહેતો નથી. યુવાનોના કારણે ઘરના વડીલ પર જોખમ આવે તો પુરી જીંદગી અફસોસ કરવો પડે છે.
કોરોનાથી બચવાનો એ જ ઉપાય છે કે માસ્ક, ડીસ્ટન્સ સહિતના નિયમોનો અમલ કરવો. યુવાનોને પણ ફેફસામાંથી ઈન્ફેકશન દૂર થતા ખૂબ સમય લાગે છે. જે લોકો બહારથી આવે છે, ઓફિસથી આવે છે તેઓએ તુરંત કપડા બદલી, નાહીને ગરમ પાણીમાં મીઠુ નાખીને કોગળા કરવા જોઈએ. તેનાથી ઈન્ફેકશનનું જોખમ ઘટી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar

#Hashtags