રાજકોટમાં એક ઈસમે પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં દબાણ હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ જ્યારે દબાણ દૂર કરી રહી હતી ત્યારે એક ફ્રૂટ વેચનારા ઈસમે દબાણ હટાવવા મામલે એક PSIના હાથના ભાગે ચપ્પુ મારીને PSI પર હુમલો કર્યો હતો. PSIના હાથના ભાગે ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટનાની જાણ કંટ્રોલરૂમમાં કરવામાં આવતા અન્ય પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને PSI પર હુમલો કરનારા ફ્રૂટ વેચનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી અને તેની સામે ગુનો નોંધ્યો હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા રાજકોટના શાસ્ત્રીનગર રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી.
ઉશ્કેરાયેલા રિયાઝે હાથમાં ચપ્પુ લઇને અડધી કલાક સુધી આ પ્રકારે આતંક મચાવ્યો હતો પરંતુ દબાણ ખાતાની ટીમના એક પણ અધિકારીએ રિયાઝ સામે કોઇ કાર્યવાહી કરી ન હતી અને રસ્તા પર 100 કરતાં પણ વધારે લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે રીયાઝને પકડવાની કોશીશ કરતા રિયાઝે PSI રાજદીપ રાણાના હાથ પર ચપ્પુ મારીને ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાની જાણ પોલીસકર્મીઓએ કંટ્રોલરૂમમાં કરતા અન્ય પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસના અન્ય સ્ટાફને જોઈને લારી માલિક રિયાઝ અનવર માડચિયા ભાગી ગયો હતો અને પોલીસે તેનો પીછો કરીને રિયાઝને એક પાર્ટી પ્લોટમાંથી પકડી પાડ્યો હતો. રિયાઝને પકડ્યા પછી ઈજાગ્રસ્ત થયેલા PSIને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati