ABP અસ્મિતા

414k Followers

આગામી સપ્તાહે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તમારું નામ PM-Kisan લિસ્ટમાં છે કે નહીં ? જાણો આ રીતે

27 Nov 2020.12:56 PM

મોદી સરકાર તેની સૌથી મોટી ખેડૂત યોજના હેઠળ ખેતી માટે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી શરૂ થશે.

આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 6 હપ્તા ખેડુતોને મોકલાયા છે. છેલ્લા 23 મહિનામાં કેન્દ્ર સરકારે 11.17 કરોડ ખેડૂતોને સીધી 95 કરોડ રૂપિયાથી વધુની સહાય આપી છે.

આમ તો ગામમાં ગ્રામ પંચાયત મારફતે પીએમ કિસાન યોજનામાં તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઘણી વખત રજિસ્ટ્રેશન બાદ પણ ખેડૂતોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી થતા. માટે જરૂરી છે કે જાતે જ તપાસી લો કે તમારું નામ યોજનામાં રજિસ્ટર્ડ છે કે નહીં.

આમ તો ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પોતાનું નામ તપાસી અથવા રજિસ્ટર્ડ કરાવી શકે છે. ઉપરાંત ઓનલાઈન પણ નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે જાણી શકાય છે.

આ રીતે ઓનલાઈન તપાસો

- સૌથી પહેલ તમારે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.
- વેબસાઇટની ઉપર જમણી બાજુ તમને Farmers Corner જોવા મળશે.
- Farmers Corner માં તમને અલગ અલગ નામના બોક્સ જોવા મળશે.
- આ બોક્સમાં નવા ખેડૂતનું રજિસ્ટ્રશન, લાભાર્થી ખેડૂતનું સ્ટેટસ, લાભાર્થીની યાદી જેવું બોક્સ જોવા મળશે.
- અહીં તમારે Beneficiary Statusવાળા બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને સ્ક્રીન પર આધાર નંબર, બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબરની કોલમ મળશે.
- હવે તેમા આધાર નંબર, બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર લખીને ક્લિક કરશો તો તમામ વિગતો તમારી સામે આવી જશે.

જણાવી દઇએ કે પીએમ કિસાન સન્માન યોજનામાં કેન્દ્ર સરકાર આ નાણાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આવે છે. જો દસ્તાવેજો બરાબર હશે, તો તમામ 11.17 કરોડ નોંધાયેલા ખેડુતોને સાતમા હપ્તાનો લાભ પણ મળશે. તેથી તમારા રેકોર્ડ તપાસો. જેથી પૈસા મળવામાં કોઈ તકલીફ ન પડે. જો રેકોર્ડમાં કોઈ ભૂલ છે તો ચોક્કસપણે તમને યોજનાનો લાભ મળશે નહીં.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags