સંદેશ

1.5M Followers

15 ઑક્ટોબરથી કઇ શરતો પર ખૂલશે શાળા-કોલેજો? શિક્ષણ મંત્રાલયે રજૂ કરી ગાઇડલાઇન્સ

04 Oct 2020.09:25 AM

કોરોના વાયરસ મહામારી વચ્ચે જનજીવનને સામાન્ય બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 21 સપ્ટેમ્બરથી જ્યાં રાજ્યોને 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તો 15 ઓક્ટોબરથી બધી શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે હાલમાં આ છૂટ ફક્ત નોન-કંટેનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે જ આપવામાં આવી છે. શાળાઓ ક્યારથી ખોલવી જોઈએ તે તારીખ રાજ્ય સરકારો નક્કી કરશે.

શિક્ષણ મંત્રાલયે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે રાજ્યોએ તેમની માર્ગદર્શિકા તૈયાર કરવી પડશે. સ્કૂલ ખોલવા માટે ઓપન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) પહેલા જ બહાર પાડી ચૂકયા છે.

જેમાં કોવિડ સાથે સંકળાયેલી સાવચેતીઓ વિશે વિગતવાર સમજાવામાં આવ્યું હતું. ચાલો આપને જણાવીએ કે નવી માર્ગદર્શિકામાં શું છે.

શાળાઓ, કોચિંગ સંસ્થાઓ માટે શું છે નવી ગાઇડલાઇન્સ?

- ઓનલાઇન / ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહિત કરાશે
- જો વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગ એટેન્ડ કરવા માંગે છે તો તેમને તેની મંજૂરી આપવામાં આવે
- વિદ્યાર્થીઓ માતાપિતાની લેખિત પરવાનગી પછી જ શાળા/કોચિંગમાં આવી શકે છે. તેમના પર અટેન્ડન્સનું કોઈ દબાણ ના નાંખે
- આરોગ્ય અને સુરક્ષા માટે શિક્ષણ વિભાગની SOPના આધાર પર રાજ્ય પોતાની SOP તૈયાર કરશે
- જે પણ શાળા ખોલશે તેમને ફરજીયાત પણે રાજ્યના શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવું પડશે.

તબક્કાવાર રીતે ફરીથી ખોલવાની યોજના છે

કોલેજ, ઉચ્ચ શિક્ષણની સંસ્થા ખોલવાના નિયમો

- કોલેજ અને હાયર એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ કયારે ખોલશે તેના પર નિર્ણય ઉચ્ચ શિક્ષણ વિભાગ કરશે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે પણ વાત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન્સ આ પ્રકારની છે.

ઓનલાઇન/ડિસ્ટેંસ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન

હાલમાં સંસ્થાઓ ફક્ત રિસર્ચ સ્કોલર્સ (પીએચ.ડી.) અને પી.જી.ના એ વિદ્યાર્થીઓ જેમને લેબમાં કામ કરવું પડે છે, તેમના માટે જ ઇન્સ્ટિયુટ ખૂલશે. તેમાં પણ કેન્દ્રની સહાયતાવાળી સંસ્થાઓમાં, તેમના વડા નક્કી કરશે કે લેબ વર્કની જરૂરિયાત છે કે નહીં. રાજ્યોની યુનિવર્સિટીઓ અથવા ખાનગી યુનિવર્સિટીઓ તેમના ત્યાંની સ્થાનિક માર્ગદર્શિકા અનુસાર ખોલી શકે છે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાંથી કરોડોની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags