GSTV

1.3M Followers

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા

05 Oct 2020.6:48 PM

રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતાં માધ્યમિકશિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી 10મા અને 12 ધોરણની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે અભ્યાસક્રમ પૂરો ન થઈ શકવાની સંભાવનાને પગલે આ વર્ષે માર્ચ મહિનાને બદલે મે મહિનામાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લીધો છે.

પ્રોટીનની ઉણપમાં ઈંડા અથવા પનીર કોનું કરશો સેવન? પ્રોટીન અને બાકી પોષક તત્વોનાં મામલામાં શું છે શ્રેષ્ઠ

કોરોના મહામારીને પગલે શાળાકીય અભ્યાસ બગડવાને કારણે માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે. દર વખતે લગભગ માર્ચ મહિનામાં બોર્ડની પરિક્ષાઓ લેવાતી હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને લઈને સ્કૂલો ન ખુલવાને કારણે આ વખતે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થવા પામી છે.

રાજયમાં હજુ પણ શાળાઓ ખુલી નથી. 15 ઓક્ટોબર બાદ રાજ્ય સરકાર પરિસ્થિતિ જોયા પછીથી સ્કૂલો ચાલુ થશે. પરંતુ હાલમાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતાં હવે ધોરણ 10 અને 12માંની પરિક્ષાઓનું સિડ્યુલ જાહેર કર્યું છે. માર્ચના બદલે મે મહિનામાં પરિક્ષાઓ લેવાશે. 21 મે થી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થશે.

કોરોનાકાળની પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે આ ધોરણનો અભ્યાસક્રમ ઘટાડવાનો લીધો નિર્ણય

કોરોનાકાળની પરિસ્થિતિને લઈને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે..જેથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થઈઓ તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકશે. અભ્યાસક્રમમાં ઘટાડાનો નિયમ એક વર્ષ માટે લાગુ થશે. કોરોનાની પરિસ્થિતિને લઈને અભ્યાસક્રમ ઘટાડાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં

કોરોના વાયરસ મહામારીના કારણે લાંબા સમયથી બંધ શાળાઓને સમયબદ્ધ રીતે 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવી રહી છે. તેના માટે શિક્ષણ મંત્રાલયે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છેકે સ્વાસ્થ્ય, સાફ-સફાઇ, સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરતા ભણતર સુનિશ્ચિત કરવા માટે એસઓપી તૈયાર કરો. SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે.

લેખિત મંજૂરી બાદ જ વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે

કેમ્પસમાં ઈમર્જન્સી કેર ટીમ બનાવવી પડશે. માતાપિતાની સહમતિથી જ બાળકોને શાળાઓ બોલાવી શકાશે. SOP બે ભાગમાં છે. પહેલો ભાગ શાળા ખોલતી વખતે બાળકોની હેલ્થ સેફ્ટીને લગતો છે. દિશા-નિર્દેશો પ્રમાણે વાલીઓની લેખિત મંજૂરી બાદ જ વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે. ઉપસ્થિતિના નિયમો લચીલા રાખવામાં આવ્યા છે.. વિદ્યાર્થીઓ શાળાએ જવાના બદલે ઓનલાઇન ક્લાસની પણ પસંદગી કરી શકશે. મંત્રાલયે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે કાગળ અને પેનથી થનારા ટેસ્ટના સ્થાને કૌશલ્યવર્ધક પ્રક્રિયા અપનાવવાની વાત કહી છે. શાળા ખુલવાના બેથી ત્રણ સપ્તાહ સુધી કોઇ મૂલ્યાંકન નહીં થાય. તેમજ ઓનલાઇન લર્નિગને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags