સંદેશ

1.5M Followers

નવરાત્રિમાં ખૈલેયાઓ માટે સૌથી મોટા સમાચાર, ડેપ્યૂટી CM નીતિન પટેલે આપ્યું નવરાત્રી મુદ્દે નિવેદન

09 Oct 2020.12:14 PM

રાજ્યમાં ખૈલેયાઓ નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે આજે તહેવારોને લઈને જાહેર કરેલી ગાઈડલાઈન બાદ લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ નવરાત્રિને આયોજન અંગે બહુ મોટો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે આજે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે નવરાત્રી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ ન વધે તેની કાળજી રાખે છે, જેના કારણે અમે નવરાત્રિમાં છૂટ આપી નથી. ગઈકાલે CMના નિવાસસ્થાને મિટિંગ મળી હતી. જેમાં ગુજરાતમાં અગત્યના તહેવારો છે તેમા સરતળા આપવી તેની ચર્ચા કરવામાં આવી હતી.

મીટિંગમાં હાજર તમામના અભિપ્રાય લેવામાં આવ્યા હતા, અને અંતે તમામના અભિપ્રાયો બાદ આખરી નિર્ણય કરાયો છે. ગઈકાલે લાંબી ચર્ચા વિચારણા બાદ આજે દિવાળી અને નવરાત્રિને લઈને નિર્ણય લેવાયો છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમોએ કોરોના મહામારીમાં AMAનો અભિપ્રાય અને મીડિયા રિપોર્ટ જોઈ નક્કી કર્યો છે. કોરોના મહામારીના કારણે ખૈલેયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર પૂજા અર્ચના કરી શકશે પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય. આ વર્ષે કોઈ પણ પ્રકારની ગરબાની મંજૂરી મળવાની કોઈ આશ નથી. ધાર્મિક બાબતો સાથે નવરાત્રિ જોડાયેલી છે. નવરાત્રિના 9 દિવસ માતાજીની ભક્તિ થાય છે. નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરે છે. માટે અમે નક્કી કર્યું કે નવરાત્રિમાં માતાજીની પૂજા કરવી. 200 લોકોની હાજરીમાં ગરબી લાવી શકશે અને આરતી કરી શકાશે. ભક્તિ ભાવ પૂર્વક આરતીની છૂટ આપી છે. અમોએ ધાર્મિક ભાવનાની કાળજી રાખી છે.

નીતિન પટેલે જણાવ્યું કે, એક ગામમાં 10 જગ્યાએ છૂટુંછૂટું કરવું હોય તો દરેક પોતપોતાની રીતે કરી શકશે. ગરબા માટે અમોએ મંજૂરી માટે લાંબી પ્રક્રિયા રાખી નથી. દિવાળી સુધીના તહેવારો અમે ધ્યાનમાં લીધા છે. એક પરિસરમાં 200થી વધુ લોકો નહીં રહી શકે. કોઈ પણ મંદિરમાં પણ કોઈ ટ્રાફિક ના થાય તે ધ્યાન રાખવું પડશે. કોમન પ્લોટ, મોટા પ્લોટ, હોલ, ટાઉન હોલ આ તમોની અમે વ્યાખ્યા કરી છે, જે હોલ હોય તેમા 200 લોકોને પ્રવેશ આપી ધાર્મિક પ્રોગ્રામ કરી શકાશે. હોલમાં કલાકારો પ્રોગ્રામ આપી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ગયા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું હતું ને લોકોને લાગેલું કે પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે પણ હવે સકરકારે કોઈ પણ પ્રકારના ગરબાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે જાહેરા કરેલી ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થળે ગરબાનાં જાહેર આયોજન કરી શકાશે નહી. પાર્ટી પ્લોટમાં પણ આયોજન કરી શકાશે નહીં, પણ શેરી ગરબા પણ નહીં યોજી શકાય. નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય તથા પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. આ ઉપરાંત 20થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. તેમજ ગરબી અને મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતીનો કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર કરેલી SOPનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags