ગુજરાત ખબર

54k Followers

ગુજરાતમાં આટલા વિસ્તારોમાં 14 થી 16 ઓક્ટોબર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

12 Oct 2020.2:09 PM

રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે અને ચોમાસે વિદાય પણ લઇ લીધી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ લગભગ શરૂ થયો છે ત્યારે ફરીવાર ગુજરાતમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

14 ઓક્ટોબરના રોજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.15 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેમજ 16 ઓક્ટોબરે દક્ષીણ ગુજરાતના સુરત, તાપી, નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે 48 કલાકમાં વરસાદની આગાહી કરતા ખેડૂતો અન ચિંતિત છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળમાં સર્જાયેલ લૉ પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ રહેશે.ગુજરાતમાં બેવડી ઋતુ નો પણ અનુભવ થઇ શકે છે.રાજ્યમાં ઠંડી-ગરમી બન્ને નો અનુભવ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Gujrat Khabar

#Hashtags