VTV News

1.2M Followers

મોટા સમાચાર / દિવાળી પહેલા આ કર્મચારીઓને નાણા મંત્રીએ આપી મોટી ભેટ, જાહેરાત સાંભળી થઈ જશો ખુશ

12 Oct 2020.2:06 PM

આર્થિક બાબતોને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. નિર્માલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સની શરુઆતમાં જ જણાવ્યું કે તે અર્થવ્યવસ્થામાં માંગને વધારવા માટે કેટલાક પ્રોત્સાહનનું એલાન કરશે. તેમણે જણાવ્યું કે આ પ્રસ્તાવોને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેથી માંગને પ્રોત્સાહન મળી શકે. જેનાથી ખર્ચ વધારવાના અનેક ઉપાય છે. દિવાળી પહેલા નાણા મંત્રીએ કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

  • કેન્દ્રએ LTC કેશ વાઉચર સ્કીમની કરી જાહેરાત
  • 4 વર્ષમાં કર્મચારી એકવાર LTCનો લાભ લઈ શકશે
  • LTC અંતર્ગત કર્મચારી દેશમાં ગમે ત્યાં ફરવા જઈ શકશે
  • કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે

કેન્દ્રએ LTC કેશ વાઉચર સ્કીમની કરી જાહેરાત કરી છે.

ગ્રાહક ખર્ચ વધારવા માટે સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ LTC યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 4 વર્ષમાં કર્મચારી એકવાર LTCનો લાભ લઈ શકશે છે. LTC અંતર્ગત કર્મચારી દેશમાં ગમે ત્યાં ફરવા જઈ શકશે છે. કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. ભારતમાં ક્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 10 દિવસની રજાની પણ જોગવાઈ છે.

નાણા મંત્રીએ જણાવ્યું કે એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓની પાસે લીવ એન્કેશમેન્ટ બાદ કેશ મેળવવાનો પણ વિકલ્પ રહેશે. તેમણે 3 વાર માટે ટિકિટ ભાડુ, 12 ટકા અથવા તેનાથી વઘારે જીએસટી વાળા પ્રોડેક્ટ ખરીદીવા માટે ખર્ચ આપવામાં આવશે. આ માટે માત્ર ડિજિટલ લેવડ દેવડની જ પરવાનગી રહેશે અને જીએસટી ઈનવોઈસ પણ જમા કરાવવાનું રહેશે. સરકારને આશા છે કે એલટીસી કેશ વાઉચર સ્કીમના લગભગ 28 હજાર કરોડ રુપિયાના કન્ઝ્યુમર માંગ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરુઆત કરવામાં આવી છે. આ અંતર્ગત કર્મચારી એડવાન્સમાં 10 હજાર રુપિયા લઈ શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags