એમ્પ્લોય પ્રોવિડેંટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પોતાના અંશધારકોની ફરિયાદનુ તાત્કાલિક ધોરણે નિવારણ લાવવા અંગે વૉટ્સએપ હેલ્પલાઇન નંબર (PF Whatsapp Helpline Service) શરૂ કરી છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સુવિધા EPFOની ફરિયાદોના સમાધાન માટે અન્ય પ્લેટફોર્મ ઉપરાંત છે. આ પ્લેટફોર્મમાં ઇપીએફઆઇજીએમએસ પોર્ટલ, સીપીજીઆરએએમએસ, સોશિયલ મીડિયા મંચ 24 કલાક કામ કરતુ કોલ સેન્ટર સામેલ છે.
EPFOના તમામ 138 ક્ષેત્રીય કાર્યાલટોમાં વૉટ્સએપ હેલ્પલાઇન સેવાઓ શરૂ
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે EPFOએ પોતાના સભ્યોના જીવનને વધુ સુગમ બનાવવા માટે વૉટ્સએપ આધારિત હેલ્પલાઇન સહિત ફરિયાદ નિવારણ પ્રણાલીની શરૂઆત કરી છે.
નીચે આપેલી લિસ્ટમાં ચેક કરો તમારી PF ઑફિસનો whatsapp નંબર
હેલ્પલાઈન નંબર જાહેર થયા બાદ ઓનલાઇન ફરિયાદોમાં ઘટાડો
તમામ પ્રાદેશિક કચેરીઓની વોટ્સએપ હેલ્પલાઈન નંબર ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઇપીએફઓની આ હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય વચેટિયાઓ પરની નિર્ભરતાને સમાપ્ત કરીને ડિજિટલ પહેલ અપનાવીને હિસ્સેદારોને આત્મનિર્ભર બનાવવાનો છે. ફરિયાદોના તાકીદે નિરાકરણની ખાતરી કરવા માટે વોટ્સએપ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબો સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રાદેશિક કચેરીમાં નિષ્ણાતોની એક અલગ ટીમ બનાવવામાં આવી છે.
આ હેલ્પલાઇનની શરૂઆત સાથે તે એકદમ લોકપ્રિય બની છે. અત્યાર સુધી, ઇપીએફઓએ વોટ્સએપ દ્વારા 1,64,040થી વધુ ફરિયાદોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર થયા પછી, ફેસબુક / ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા માધ્યમો પર ફરિયાદો / પ્રશ્નોમાં 30 ટકાનો ઘટાડો થયો છે, EPFIGMS પોર્ટલ (ઇપીએફઓના ઓનલાઇન ફરિયાદ રિઝોલ્યુશન પોર્ટલ) પર 16 ટકાનો ઘટાડો થયો છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV