GSTV

1.4M Followers

ફોનનો પાસવર્ડ ભૂલી જાઓ તો શું કરશો? ફોન ખોલવાના બે ઉપાયો છે

15 Oct 2020.12:43 PM

ફોનમાં પ્રાઇવેસી માટે કેટલાક લોકો પાસવર્ડ રાખતા હોય છે. જેથી તેમના સિવાય કોઈ આ ફોન ઓપન કરી શકે નહી. તમારા ફોનમાં જે કાંઈ પણ વિગતો છે તેને પાસવર્ડને કારણે ગુપ્ત રખાય છે. જોકે કેટલાક લોકો પાસવર્ડ ભૂલી જતા હોય છે. જોકે આવું ઓછું બને છે કેમ કે આપણે વારંવાર ફોનનો ઉપયોગ કરીએ છીએ એટલે વારંવાર પાસવર્ડ નાખતા હોઈએ છીએ.

પાસવર્ડ ભૂલી ગયા હોવ તો ટ્રાય કરી જુઓ આ રીત

આમ છતાં કોઈ કારણસર તમે પાસવર્ડ ભૂલી ગયા તો તેને ઓપન કરવાના બે ઉપાયો છે. જો તમારો મોબાઇવ જીમેઇલ સાથે જોડાયેલો છે તો કેટલાક તબક્કા રહેલા છે. તમારો ફોન ઓપન થઈ જશે અને તમારો ડાટા પણ સચવાઈ જશે.

Trick 1 : Android Device Manager

  1. પહેલા તો એન્રોઇડ ડિવાઇસ મેનેજરમાં જાઓ.
  2. તેને ઇમેલ આઇડી સાથે લોગીન કરો જેવી રીતે તમે ફોનમાં ગુગલ પ્લેમાં લોગીન થાઓ છો.
  3. ત્યાર બાદ તમારી સામે ત્રણ ઓપ્શન આવશે.
  4. જેમાંથી તમારે લોકના ઓપ્શન પર ક્લીક કરવાનું છે
  5. હવે નવી પોપ અપ વિન્ડો આવશે જેમાં ચાર બ્લેક બોક્સ હશે. પહેલા બે બોક્સમાં તમારે બે વાર નવા પાસવર્ડ નાખવાના રહેશે અને બાકીના બે ને છોડી દઈને લોક પર ક્લીક કરો.
  6. હવે તમે નવા પાસવર્ડ સાથે નવા ફોનમાં અનલોક કરી શકો છો

Trick 2 : Factory Reset

  1. બીજો વિકલ્પ ફેક્ટરી રિસેટ કરવાનો છે. તે ઓપ્શનને ક્લીક કરીને તમે પાસવર્ડ ભૂલી ગયા હોવા છતાં ઓપરેટ કરી શકો છો.
  2. પહેલા તો તમે એન્રોઇડ મોબાઇવ સ્વીચ ઓફ કરો
  3. ત્યાર બાદ ફોનના રિકવરી મોડમાં જાઓ જ્યાંથી ફોનને રિસેટ કરવાનો છે.
  4. રિકવરી મોડ ફોનને અપગ્રેડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
  5. આ મોડમાં રિકવરી, હોમ અને વોલ્યુમ એમ ત્રણ મોડ બટન એક જ કી પ્રેસ કરવાથી થાય છે.
  6. ત્યાર બાદ ઓપ્શન આવશે જેમાં વાઇપ ડેટા અથવા તો ફેક્ટરી રિસેટ પર ક્લીક કરો
  7. ત્યાર બાદ તમારો ફોન નવો આવ્યો હતો તેવી જ કન્ડીશનમા જતો રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags