ONLY GUJARAT

12k Followers

હેડફોન પહેરતા હો તો થઈ જાવ સચેત! યુવકે હેડફોન લગાવ્યા કાનમાં અને થવા લાગ્યા ગલગલિયાં.

15 Oct 2020.09:35 AM

આપણે આજના સમયમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે ખૂબ ઓછી સલામતી અને સાવધાની રાખીએ છીએ. આપણા વ્યસ્ત જીવનમાં, આપણે હંમેશાં કાર્ય ઝડપથી સમાપ્ત કરવા ઉતાવળમાં ઘણી મોટી ભૂલ કરીયે છે. શું તમે ક્યારેય કોઈ જૂતાની અંદર તપાસ કરો છો કે તેની અંદર કોઈ જીવ-જંતુ અથવા બીજું કોઈ જીવ બેઠું તો નથી ને? સંભવત નહીં, આપણે આપણી ધુનમાં વસ્તુઓ કરતા રહીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં રહેતી ઓલી હર્સ્ટને આનું પરિણામ સહન કરવું પડ્યું. પર્થમાં રહેતી આ વ્યક્તિને ખબર નહોતી કે તે મનોરંજન માટે કાનમાં જે હેડફોન લગાવી રહ્યો છે, તેને કારણે તેને ભારે પીડા સહન કરવી પડી શકે છે.

પર્થમાં રહેતા ઓલી હર્સ્ટએ તેની સાથેની એક ઘટના શેર કરી.

ઓલીને તેના હેડફોનોની અંદરથી એક મોટો સ્પાઈડર મળ્યો. તેણે કદી સપનામાં પણ વિચાર્યુ ન હતુકે,તેની સાથે આવી ઘટના ઘટશે.

વ્યવસાયે પ્લમ્બર ઓલી રોજની જેમ તેના કામ માટે નીકળ્યો હતો. રસ્તામાં, તેણે ટાઇમપાસ માટે ગીતો સાંભળવાનું વિચાર્યું. આ માટે તેણે તેના હેડફોન્સ કાનમાં લગાવ્યા.

થોડી વાર પછી તેના કાનમાં ગલીપચી થવા લાગી. પહેલા તેને લાગ્યું કે આ તેનો વહેમ છે. પરંતુ થોડા સમય પછી તેને લાગ્યું કે તેના કાનમાં કંઇક હલનચલન થાય છે.

તેણે તરત જ તેનો હેડફોન કાઢ્યો અને ફેંકી દીધા. તેણે તેના કાનની તપાસ કરી પણ તેમાંથી કાંઈ બહાર આવ્યું નહીં. ત્યારબાદ ઓલીએ હેડફોનો ઉપાડીને તેને ખંખેર્યો.

તેણે હેડફોનમાં જે જોયું તેને જોઈને તે ચોંકી ગયો હતો. તેની અંદર એક મોટો શિકારી સ્પાઈડર હતો. આ સ્પાઈડર વ્યક્તિના હેડફોનમાં છુપાઈને બેઠો હતો અને તેના કાનમાં જવાની તૈયારી કરી રહ્યો હતો.

એક યુઝરે લખ્યું છે કે જ્યારે પણ તે તેના પગરખાં પહેરે છે, ત્યારે તેણે તેને ખંખેરવા જ જોઇએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો આવી ઘટના બનશે. તો, બીજા યુઝરે લખ્યું કે હવે તે હેડફોનોને લગાવતા પહેલા 100 વાર ચેક કરશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ONLY GUJARAT