સંદેશ

1.5M Followers

નવરાત્રિને લઈને રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો, ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ ખાસ વાંચવા જેવો અહેવાલ

16 Oct 2020.12:18 PM

ગુજરાત સરકાર (Gujarat Government) નવરાત્રિ (Navratri)ને લઈને વારંવાર નિર્ણયો બદલતી જોવા મળી રહી છે. રાજ્ય સરકારે પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો અને હવે પોલીસ પરમિશન (Police Permission) મામલે ફેરવી તોળ્યું છે. રાજ્યમાં નવરાત્રિ અને દિવાળી (Diwali)ના તહેવારોને લઈને રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ હાલ એક મોટા સમાચાર (News) સામે આવી રહ્યા છે. હવેથી નવરાત્રિમાં સોસાયટીમાં પોલીસ મંજૂરીની જરૂર નથી. નવરાત્રિમાં પૂજા - આરતી માટે પોલીસ મંજૂરીની હવે જરૂર નહીં. પરંતુ સાર્વજનિક, જાહેર સ્થળ, માર્ગો પર પોલીસ મંજૂરી લેવી ફરજિયાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ.

નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી -પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

નવરાત્રી માટે ગુરુવારે જાહેર કરેલું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું:

નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. કેમકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે પાર્ટી પ્લોટ, શેરી-ગરબાના આયોજન માટે પોલીસ મંજૂરી આપવામાં આવી નથી. અમદાવાદ પોલીસ(Ahmedabad Police) દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં મુજબ નવરાત્રીમાં માત્ર માતાજીની સ્થાપના અને આરતી કરી શકાશે. તેના માટે પણ સ્થાનિક પોલીસની મંજૂરી મેળવવી પણ અગત્યની રહેશે. ખાસ કરી એક સોસાયટીમાં માતાજીના સ્થાપના વિધિ કે આરતી સમયે 200થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આરતીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ(Social Distance)નું પાલન કરવું જરૂરી રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિં કરનાર સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.

ગાઈડલાઇન્સનો ભંગ થતો હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી:

કોરોનાના કેસો હાલમાં જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. તેને જોતા ખાસ આ વર્ષે પોલીસ તમામ સોસાયટીઓ અને જાહેરમાં થતાં નવરાત્રી કાર્યક્રમ ઉપર નજર રાખશે. સાથે જ ગાઈડલાઇન્સ(Guidelines)નો ભંગ થતો હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરશે. મહત્વનું છે કે એક કલાક દરમિયાન નવરાત્રીમાં આરતી અને બંધ પેકેટમાં પ્રસાદનું વિતરણ પૂર્ણ કરવું ફરજીયાત રહેશે. આગામી દરેક તહેવારોને પગલે કોરોનાની ગાઇડલાઇનનો તમામે પાલન ફરજિયાત રીતે કરવું પડશે. દશેરા અને દુર્ગા પૂજા માટે થતાં જાહેર કાર્યક્રમો પણ આ વર્ષે યોજી શકાશે નહીં. પોલીસ દ્વારા આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહી આવે. નવરાત્રી(Navratri 2020) દરમિયાન પણ આવા કાર્યક્રમો પોલીસની જાણ બહાર થતા હશે તો તત્કાલ કાર્યવાહી પણ કરવામાં આવશે.

જોઇ લો રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન

  • કંટેંનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારનું આયોજન થશે નહિ
  • સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી જરૂરી.
  • બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે.
  • પૂજા આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે.
  • પૂજા કે આરતી દરમિયાન મૂર્તિ અને ફોટા ને સ્પર્શ નહી કરી શકાય.
  • ખુલ્લો પ્રસાદ આપી શકાશે નહી , પેકેટ માં પેકજ પ્રસાદ આપવો પડશે.
  • પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી થર્મલ સ્કેનીગ, અને ઑક્સીમીટર રાખવું પડશે.
  • જાહેરમાં પાન મસાલાનું સેવન કરી શકાશે નથી.
  • નાના બાળકો અને વૃદ્ધો હાજર ન રહે તે જરૂરી. મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી.
  • રાવણ દહન, અને સ્નેહ મિલન કરી શકાશે નહી.
  • આરતી અને પૂજામાં ઊભા રહેવા માટે ફૂટ પ્રિન્ટ અથવા તો રાઉન્ડ કરવા જરૂરી રહશે.
  • Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

    #Hashtags