GSTV

1.3M Followers

BIG NEWS/ ધોરણ 1થી 5નાં બાળકો માટે દિવાળી પછી'ય સ્કૂલો નહીં ખૂલે, શિક્ષણ મંત્રી અને શાળા સંચાલકોના વેબીનારમાં અપાયા સંકેત

18 Oct 2020.07:44 AM

ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનામાં લોક ડાઉન જાહેર થયુ ત્યારથી રાજયભરની શાળાઓ બંધ છે અનલોક - પ માં પણ ખુલી નથી. કોરોનાનાં સંક્રમણનો હજુ ખતરો હોય વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવી જોખમકારક છે. ખાસ કરીને પ્રામિથક શાળાનાં ઘો. 6 થી નીચેનાં ધોરણનાં બાળકો માટે દિવાળી બાદ પણ શાળાઓ શરૂ થવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. રાજ્યનાં શિક્ષણ મંત્રી, શાળા સંચાલકો અને પ્રાથમિક શિક્ષણાિધકારીઓ વચ્ચે યોજાયેલા વેબીનારમાં શાળાઓ શરૂ કરવા અંગે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના આધારે શિક્ષણ વિભાગ દ્રારા હાલ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.

ધોરણ 1થી 5નાં બાળકો માટે દિવાળી પછી'ય સ્કૂલો નહીં ખૂલે

દિવાળી નું વેકેશન નવેમ્બરમાં પુરૂ થયા બાદ ધો.

10 અને 1ર નાં વિધાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ આવવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા છે જો કે ટ્રાન્સપોર્ટેશનનો કોરોનાના ચેપની શકયતા વધી જતી હોય આ મૂદે ચર્ચા થતા એવી શરત સરકાર મુકી શકે છે કે વાલીઓ જાત બાળકોને શાળાએ મુકવા આવવું પડશે.

કોરોનાના ચેપની શકયતા વધી જતી હોય આ મૂદે ચર્ચા થતા એવી શરત સરકાર મુકી શકે

પ્રાથમિક શાળાઓનાં વિધાર્થીઓ માટે ચર્ચા કરવામાં આવતા એવા સૂચનો કરવામાં આવ્યા હતા કે પ્રાયોગિક ધોરણે શહેરી વિસ્તારનાં ધો. 6 થી 8 નાં વિધાર્થીઓને દિવાળીનાં વેકેશન બાદ શાળાએ આવવાની છૂટ આપવી એ મોટુ જોખમ લેવા બરાબર છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા વાતાવરણમાં શાળાઓ હોય અને શાળાઓ નજીક હોય ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પ્રશ્ન ઉદભવે તેમ ન હોય તેમને શાળાએ આવવાની છૂટ આપી શકાય સરકાર આ મુદ્દે વિચાર કરી રહી છે.

સરકાર આ મુદ્દે વિચાર કરી રહી છે

પરંતુ ધો. 6 થી નીચેનાં ધોરણનાં વિધાર્થીઓ માટે તો દિવાળી બાદ પણ શાળાઓ ખોલવામાં આવે તેવી શકયતા નહિવત હોવાનું શિક્ષણ વિભાગનાં અિધકારીઓએ જણાંવ્યુ હતુ. શાળાઓમાં એકમ કસોટીઓની કામગીરી પૂરી કરી થઈ ગઈ છે હાલ હોમ લર્નીંગની કામગીરી ચાલુ છે. આ વર્ષે કોરોનાનાં કારણે લાંબા સમયથી શાળાઓ બંધ હોય દિવાળીનું વેકેશન ટુંકાવવામાં આવ્યુ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags