VTV News

1.2M Followers

ચેતવણી / એન્ડ્રોઈડ ફોનના 21 એેપ્સને લઈને આવી છે ચેતવણી, તમારા ફોન માટે છે ખતરનાક

26 Oct 2020.11:11 AM

સાયબર સિક્યોરિટી ફર્મે ગૂગલ પ્લે સ્ટોર પરના 21 એડવેયર ગેમિંગ એપ્સને લઈને ચેતવણી આપી છે. સાઈબર સિક્યોરિટી કંપનીના આધારે આ 21 હિડન એડ્સ ફેમિલી ટ્રોઝનનો ભાગ છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં ગૂગલ પણ એડવેયર ગેમિંગ એપ્સના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. સેંસર ટાવરના ડેટામાં કહેવાયું છે કે આ 21 એપ સ્ટોરથી કુલ 80 લાખ વખત ડાઉનલોડ કરાઈ છે.

  • એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આવી ખાસ ચેતવણી
  • 21 એડવેયર ગેમિંગ એપ્સને લઈને ચેતવણી
  • 21 એપ સ્ટોરથી કુલ 80 લાખ વખત ડાઉનલોડ કરાઈ છે

Avastનો દાવો છે કે તેમાંથી કોઈ એડવેયર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કંટેટ યુટ્યુબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યું હતું.

ગૂગલ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ કર્યા બાદ એ ચીજોને દેખાચી નથી જેને તે પ્રમોટ કરી રહી હોય છે. પરંતુ એવું બને છે કે આ યૂઝર્સના ફોનને ફાલતુ જાહેરાતોથી ભરી દે છે.

જાણો કઈ છે આ ચેતવણી વાળી એપ્સ

  1. Shoot Them
  2. Crush Car
  3. Rolling Scroll
  4. Helicopter Attack - NEW
  5. Assassin Legend - 2020 NEW
  6. Helicopter Shoot
  7. Rugby Pass
  8. Flying Skateboard
  9. Iron it
  10. Shooting Run
  11. Plant Monster
  12. Find Hidden
  13. Find 5 Differences - 2020 NEW
  14. Rotate Shape
  15. Jump Jump
  16. Find the Differences - Puzzle Game
  17. Sway Man
  18. Desert Against
  19. Money Destroyer
  20. Cream Trip - NEW
  21. Props Rescue
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags