GSTV

1.3M Followers

ખુશખબર/ સરકારી કર્મચારીઓને ફળશે નવુ વર્ષ, સેલરીમાં થવા જઇ રહ્યો છે આટલો વધારો

04 Dec 2020.10:16 AM

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકાર જલ્દી જ નવા વર્ષની ભેટ આપવા જઇ રહી છે. કેટલાક અહેવાલો અનુકાસ કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં વધારો થઇ શકે છે, તેનું એલાન સરકાર આ મહિનાના અંતમાં કરી શકે છે. સરકાર કેન્દ્રીય મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએમાં વધારો કરી શકે છે. સરકાર પોતાના કર્મચારીઓની સેલરીમાં ભારે વધારો કરી શકે છે જેથી આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો મળવાની આશા છે.

21000 રૂપિયા સુધી વધશે સેલરી

જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર સેલરી વધારવાને લઇને નિર્ણય આગામી કેબિનેટ બેઠકમાં લઇ શકે છે.

ભારતીય રેલવેના નૉન-ગેજેટેડ ચિકિત્સા કર્મચારીઓના વેતનમાં સાતમા પગારપંચ અંતર્ગત 21,000 રૂપિયા સુધી વધારો થઇ શકે છે.

રેલવે ચિકિત્સા કર્મચારીઓનું પ્રમોશન

આ જ રીતે ભારતીય રેલવેમાં નૉન-ગેજેટેડ ચિકિત્સા કર્મચારીઓના પદ પર કામ કરતા કર્મચારીઓને પણ પ્રમોશનનો લાભ આપવામાં આવી શકે છે. ઑલ ઇન્ડિયા રેલવે મેંસ ફેડરેશન અનુસાર કર્મચારીઓ લાંબા સમયથી પ્રમોશનની માંગ કરી રહ્યાં હતાં. જલ્દી સાતમા પગારપંચ અનુસાર પ્રમોશનની પ્રક્રિયા શરૂ થશે. રેલવે નૉન ગેજેટેડ ચિકિત્સા કર્મચારીનું વેતન સાતમા પગારપંચ અંતર્ગત વધારવામાં આવશે.

25,000 સુધી વધશે આ કર્મચારીઓની સેલરી

મીડિયા અહેવાલો અનુસાર નૉન ગેજેટેડ ચિકિત્સા કર્મચારીઓના વેતનમાં ઓછામાં ઓછા 5000 રૂપિયા પ્રતિ મહિના વધારો થશે. તેના એચઆરએ, ડીએ અને ટીએમાં પણ વધારો થઇ શકે છે. આ રીતે કુલ તેમના વેતનમાં 5000 રૂપિયાથી 25000 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે.

રેલવેએ સેલરી વધરાવા અંગે આપી મંજૂરી

પ્રાપ્ત ખબરો અનુસાર રેલવેએ નૉન ગેજેટેડ ચિકિત્સા કર્મચારીઓ જેવા કે લેબ સ્ટાફ, સ્વાસ્થ્ય અને મલેરિયા નીરિક્ષક, સ્ટાફ નર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, રેડિયોગ્રાફર, ફાર્માસિસ્ટ, આહાર વિશેષજ્ઞ અને પરિવાર કલ્યાણ સંગઠનના કર્મચારીઓના વેતનમાં વૃદ્ધિને મંજૂરી આપી છે.

લઘુત્તમ સેલરી 26,000 રૂપિયા કરવાની માંગ

કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યાં છે કે મિનિમમ સેલરી 26,000 રૂપિયા હોવી જોઇએ. જ્યારે હાલ તેમને 18,000 રૂપિયા મળે છે. જો સાતમા વેતન આયોગ અંતર્ગત તેની સેલરીમાં વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓની આ ફરિયાદ પણ દૂર થઇ જશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags