GSTV

1.3M Followers

Whatsapp યુઝર્સ વાંચી લેજો! કંપનીએ કરી છે ઘોષણા, આ નવી શરતો માનો નહીંતર ડીલીટ કરી દો એકાઉન્ટ

04 Dec 2020.11:17 AM

Whatsapp યુઝર્સ માટે મોટી ખબર છે. આગામી વર્ષથી કંપની નવી પ્રાઇવસી પોલીસીને એક્સેપ્ટ ન કરનારા યુઝર પોતાના Whatsapp એકાઉન્ટને એક્સેસ નહી કરી શકે. સાથે જ જો યુઝરને કંપનીની અપડેટેડ પોલીસીથી કોઇ પરેશાની છે તો એકાઉન્ટ ડિલીટ કરવા સિવાય કોઇ અન્ય વિકલ્પ નહી બચે. Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે.

WABetaInfoએ શેર કર્યો સ્ક્રીનશૉટ

WABetaInfoએ Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસીનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે.

તેમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે યુઝર નવી શરતોને માને અથવા તો પોતાના એકાઉન્ટને ડીલીટ કરી દે. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે અપડેટમાં Whatsapp સર્વિસ સાથે સંબંધિત વધુ જાણકારીઓ મળશે.

આ સાથે જ તેમાં તેમ પણ જણાવવામાં આવશે કે કંપની યુઝર ડેટાને કેવી રીતે પ્રોસેસ કરે છે. તેમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવશે કે કેવી રીતે બિઝનેસ ફેસબુક હોસ્ટેડ સર્વિસીસના ચેટ્સ સ્ટોરને મેનેજ કરે છે.

બદલાઇ શકે છે નવી પોલીસી લાગુ થવાની તારીખ

WABInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં તેમ પણ કહેવામાં આવ્યું કે અપડેટેડ પોલીસી લાગુ થયાની તારીખમાં બદલાવ થવાની સંભાવના છે કારણ કે કંપની તેની ઘોષણા આવનારા કેટલાંક અઠવાડિયાઓમાં કરી શકે છે. કંપનીના એક પ્રવક્તાએ વિદેશી મીડિયાને જણાવ્યું કે યુઝરને Whatsapp નો ઉપયોગ જારી રાખવા માટે નવી પોલીસી એક્સેપ્ટ કરવી જ પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags