VTV News

1.2M Followers

અરેરાટી / તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું ચોંકાવનારું કારણ

04 Dec 2020.2:51 PM

જાણીતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

  • તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકે કર્યો આપઘાત
  • સુસાઇડ નોટમાં લખ્યું આર્થિક તંગી
  • પરિવારજનોએ સાયબર ફ્રોડનો શિકારની કરી વાત

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, મૃતકની એક સુસાઇડ નોટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક છેલ્લા કેટલાક સમયગાળાથી આ સિરિયલ લખી રહ્યા હતા. પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અભિષેક આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.

સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો થયો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અભિષેકે આત્મહત્યા કરી હતી અને તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તે સાયબર ફ્રોડનો શિકાર હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.

મુંબઈ મિરરના સમાચારો અનુસાર અભિષેકનો પરિવાર અને મિત્રો આરોપ લગાવી રહ્યા છે કે તેની મૃત્યુ બાદથી દગો કરનારાઓ તરફથી વારંવાર પૈસા માટે ફોન આવી રહ્યા હતા કારણ કે અભિષેકે તેને લોનમાં ગેરન્ટર બનાવ્યા હતા.

27 ડિસેમ્બરના રોજ કર્યો આપઘાત

આપને જણાવી દઇએ કે, અભિષેક મકવાણા 27 નવેમ્બરના રોજ તેમના કાંદિવલી સ્થિત મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ ચારકોપ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલે પરિવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

અભિષેકના ભાઈ જેનિસે કર્યો ખુલાસો

રિપોર્ટ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેકના ઇમેઇલ્સ પરથી આર્થિક છેતરપિંડી સામે આવી છે. આ સિવાય પોલીસના જણાવ્યા મુજબ અભિષેકની સ્યુસાઇડ નોટમાં આર્થિક છેતરપિંડીની વાત કરવામાં આવી રહી છે, જેનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી સામનો કરી રહ્યા હતા પરંતુ તેમણે આ વિશે વધુ લખ્યું નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags