GSTV

1.3M Followers

Nostradamus Predictions 2021: કોરોના મહામારી તો ફક્ત ટ્રેલર હતુ, અસલ તબાહી તો 2021માં આવશે, નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી વાંચીને હલી જશો

07 Dec 2020.1:44 PM

ફાન્સના ભવિષ્યવેતા માઇકલ ધ નાસ્ત્રેદમસે આવનારા વર્ષો માટે સદો પહેલાં જ ભવિષ્યવાણી કરી દીધી હતી. દુનિયાભરના લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે અત્યાર સુધીની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ ચુકી છે.ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધી નાસ્ત્રેદમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ (Nostradamus Predictions 2021) આજે પણ લોકોને દંગ કરી દે છે. નાસ્ત્રેદમસે સદીઓ પહેલા 'લેસ પ્રોફેટીસ' નામના એક પુસ્તકમાં દુનિયાને લઇને અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ પુસ્તકનું પહેલુ એડિશન 1555માં આવ્યું હતુ. આ પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે. જેમાંથી 70 ટકા સાચી પડી છે.

તેમની ભવિષ્યવાણીઓ છંદોમાં પરિભાષિત છે. જેને 'ક્વાટ્રેન' કહેવામાં આવે છે.

સાચી પડી નાસ્ત્રેદમસની 2020ની ભવિષ્યવાણીઓ

વર્ષ 2020માં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાથે જોડીને જોવામાં આવે છે. આ ઉપરાંત અનેક એવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેમની સાચી ભવિષ્યવાણીનો પૂરાવો બની ચુકી છે. ચાલો તમને જણાવીએ વર્ષ 2021 માટે નાસ્ત્રેદમસે કેવી ભવિષ્યવાણી કરી છે.

ઝૉમ્બી

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, એક રશિયન વૈજ્ઞાનિક એવુ જૈવિક હથિયાર (બાયોલોજીકલ વેપન) અને વાયરસ વિકસિત કરશે જે માનવીને ઝૉમ્બી બનાવી દેશે. આ રીતે માનવીની પ્રજાતિનો સર્વનાશ થઇ જશે.

દુકાળ

નાસ્ત્રેદમસે કહ્યું હતું કે દુષ્કાળ, ભૂકંપ, અનેક પ્રકારની બિમારીઓ અને મહામારી દુનિયાના અંત પહેલાના સંકેત હશે. જેવુ આજના સમયમાં થઇ રહ્યું છે. વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારી તેની શરૂઆત માનવામાં આવી શકે છે, જેણે આખી દુનિયાને હચમચાવી નાંખી. આ એક એવો દુકાળ હશે, જેનો સામનો દુનિયાએ પહેલા ક્યારેય નથી કર્યો. દુનિયાની આબાદીનો એક મોટો હિસ્સો આ તબાહીમાંથી બહાર નહી આવી શકે.

સૂર્યની તબાહી

2021 દુનિયાભરની પ્રમુખ ઘટનાઓ પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ હશે. આ દરમિયાન સૂર્યની તબાહી પૃથ્વીના ક્ષતિગ્રસ્ત થવાનું કારણ બનશે. નાસ્ત્રેદમસે એક ચેતવણીમાં સમુદ્રનું સ્તર વધવા અને પૃથ્વી તેમાં સમાઇ જશે તેવી વાત પણ કહી હતી. જળવાયુ પરિવર્તનના આ નુકસાન યુદ્ધ અને ટકરાવની સ્થિતિ પેદા કરશે. રિસોર્સ માટે દુનિયામાં ઝગડા શરૂ થશે અને લોકો પલાયન કરશે.

પૃથ્વી સાથે ટકરાશે ધૂમકેતુ

નાસ્ત્રેદમસે એક 'ક્વાટ્રેન'માં પૃથ્વી સાથે ધૂમકેતુ અથડાવાની વાત પણ કરી છે, જે ભૂકંપ અને અનેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓનું કારણ બવશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ આ એસ્ટેરૉયડ ઉકળવાનું શરૂ થશે. આકાશમાં આ નજારો ગ્રેટ ફાયર જેવો હશે.

જણાવી દઇએ કે નાસાના વૈજ્ઞાનિકોએ પહેલા જ એક મોટા ધૂમકેતુના પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના વ્યક્ત કરી છે. આ વખતે તેને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે 2009 KF1 નામનું એક એસ્ટેરૉયડનો 6 મે 2021ના રોજ પૃથ્વી સાથે ટકરાવાનો ખતરો છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ એસ્ટેરૉયડની તાકાત 1945માં હિરોશિમા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા પરમાણુ બોમ્બ હુમલાથી આશરે 15 ગણી વધુ હશે.

કેલીફોર્નિયામાં ભૂકંપ

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, એક પ્રલયકારી ભૂકંપ 'ન્યૂ વર્લ્ડ'ને તબાહ કરી નાંખશે. કેલિફોર્નિયાને તેનો લોજીકલ પ્લેસ કહી શકાય છે. જ્યાં આ ઘટના ઘટી શકે છે. કુદરતી આપદાઓ અને મુશ્કેલીઓને લઇને પહેલા પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ એકદમ સચોટ નીકળી છે.

બ્રેન ચિપ

માનવ જાતિને બચાવવા માટે અમેરિકન સૈનિકોને ઓછામાં ઓછા માનસિક રૂપે સાઇબોગર્સની જેમ તબદીલ કરી નાંખવામાં આવશે. તેના બ્રેન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માનવીના મસ્તિષ્કની બાયોલોજિકલ ઇંટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરીશું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags