VTV News

1.2M Followers

મોટા સમાચાર / બદલાઈ ગયા બાઈક પાછળ બેસવાના નિયમો, વાંચી લો સરકારના નવા નિયમો નહીંતર...

09 Dec 2020.08:06 AM

વધતા રોડ અકસ્માતને જોતા તેને ઘટાડવા માટે ગાડીઓની બનાવટ અને તેમા મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખી અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે કેટલાક નવા નિયમો પણ લાગૂ કર્યા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈકની સવારી કરનારા લોકો માટે જારી કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે બાઈક ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠનારા લોકોને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. નવા નિયમો આ પ્રમાણે છે.

  • ડ્રાઈવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ
  • હળવા કન્ટેનર લગાવવાના દિશા નિર્દેશ
  • ટાયરને લઈને પણ નવી ગાઈડલાઈન

1. ડ્રાઈવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ

મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર બાઈકની પાછળની સીટની બન્ને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે.

હેન્ડ હોલ્ડ પાછળ બેસનારાની સેફ્ટી માટે છે. બાઈક ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો તે તેને પકડી શકે. આ સાથે પાછળ બેસનારા લોકો માટે બન્ને તરફ પગ મુકવાનું સ્ટેન્ડ જરુરી છે. આ ઉપરાંત બાઈકના પાછળના ટાયરની ડાબી બાજૂના ભાગે ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવવો જોઈએ. જેથી પાછળ બેસનારના કપડા વ્હીલમાં ન આવી જાય.

2 હળવા કન્ટેનર લગાવવાના દિશા નિર્દેશ

મંત્રાલયે બાઈકમાં હળવા કન્ટેનર લગાવવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ કંન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોંડાઈ 510 મિમી અને ઉંચાઈ 500 મિમીથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સવારીના સ્થાને લગાવાય છે તો ફક્ત ડ્રાઈવરને જ મંજૂરી રહેશે. મતલબન બીજું કોઈ બાઈક પર નહીં બેસે. જો પાછલી સવારીના સ્થાનની પાછળ લગાવવામાં આવે તો બીજી વ્યક્તિ બાઈક પર બેસી શકે છે.

3. ટાયરને લઈને પણ નવી ગાઈડલાઈન

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર ટાયરને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોર્નિટરિંગ સિસ્ટમની સલાહ આપી છે. આ સિસ્ટમમાં સેંસરના માધ્યમથી ડ્રાઈવરના આ જાણકારી મળી છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. આ સાથે મંત્રાલયે ટાયરની સર્વિસને પણ ધ્યાનમાં લીધી છે. આને લાગૂ કરવાથી ગાડીમાં એક્ટ્રા ટાયરની જરુર નહી રહે. સરકાર સમય સમય પર માર્ગ સુરક્ષા નિયમોમાં ફેરફાર કરતી રહી છે. ગત કેટલાક વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને કડક કરવા પર ભાર મુકવામાં આવ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags