GSTV

1.3M Followers

ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર, 4200ના ગ્રેડ પેમાં કર્યો સુધારો, જૂનો પરિપત્ર કર્યો રદ

09 Dec 2020.4:51 PM

4200ના ગ્રેડ પેના મુદ્દે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી, જે અંતર્ગત હવે સ્થગિત કરેલા પરિપત્ર હવે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ કામગીરી એક અઠવાડીયાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. શિક્ષકોને નોકરીના વર્ષ પ્રમાણે વધારો કરવામાં આવશે.

મુખ્યશિક્ષકની ભરતી અને પરિક્ષા બાબતે જે નિર્ણય લેવાયો તેને લઈને જે પ્રશ્નો ઉભા થયા હતા, તેમાં 1.90 લાખ પૈકી 5થી 10 હજાર જે શિક્ષકોની ભરતી 2010 પહેલા થઈ હતી. તેમાં સુધારાનો પરિપત્ર સરકાર દ્વારા થયો હતો. શિક્ષણસંઘ દ્વારા શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરાયું હતું. 16-7-2020થી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પરિપત્ર સ્થગિત કર્યો હતો.

તે પછી રાજ્યમાં કોરોના મહામારીના વિપરીત સંજોગોમાં તમામ વહિવટી તંત્ર આ કાર્યમાં લાગી ગયું છે. શિક્ષકો આ સેવામાં જોડાયા છે. જેથી સ્વાભાવિક આ પ્રશ્ન હાથ ઉપર લેવાયો નહોતો. બંને શિક્ષણ સંઘો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી. રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી.જૂના પરિપત્રો અને પરિક્ષા પદ્ધતિની કામગીરી નાણાવિભાગ, શિક્ષણવિભાગ અને સામાન્ય વિભાગની મીટિંગમાં નિર્ણય લેવાયો છે.

શિક્ષકોના પરિપત્રો સ્થગિત કરવામાં આવ્યા છે તેને રદ કરવાની પ્રક્રિયા શિક્ષણ અને નાણા વિભાગના પરામર્શમાં લઈને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. બંને શિક્ષણ વિભાગના પ્રમુખોને આમંત્રણ આપી દિગ્વિજયસિંહ જાડેજા અને ભીખાભાઈ પટેલ અને સરદારસિંહ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા. લાંબી ચર્ચાવિચારણા બાદ તેમના પ્રશ્નોની રજૂઆતો કરી. તમામ ચર્ચા વિચારણા બાદ ગઈકાલે નિર્ણય થયા પ્રમાણે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી 16-72020થી જે ઠરાવ સ્થગિત હતો તે રદ કરાયો છે.

જે શિક્ષકોને 4,200 રૂપિયા પગાર ધોરણનું નિરાકરણ આવ્યું છે. જે 2,400ના પગાર ધોરણમાં આવતા હતા તેને રદ કરી 9-20-31 જે પ્રમાણે નોકરી તબક્કા થાય તેના પગારધોરણમાં સુધારો કર્યો છે. જેમને 9 વર્ષ પૂરા થયા તે 4,200 રૂપિયા પગાર ધોરણ રદ કરાયો છે. એકાદ વિકમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. લગભગ 65,000 શિક્ષકોને આનાથી લાભ થશે. સમગ્ર રાજ્યમાં હવે શિક્ષકો માટે ભરતી માટે કોઈ પરિક્ષા લેવાની રહેતી નથી. શિક્ષકોને 9-20-31 મુજબ પગાર મળશે. 1.93 હજાર શિક્ષકોને સમર્થન આપી શકાય નહીં. તેમના આર્થિક લાભ, પ્રમોશન સરકાર આપે છે. તેમની નોકરીની સેવા પૂર્ણ થાય તે મુજબ લાભ મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags