VTV News

1.2M Followers

સારા સમાચાર / કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ, પેન્શનરોને મળી શકે છે મોંઘવારી ભથ્થું, લાંબા સમયથી લાગી છે રોક

14 Jan 2021.08:56 AM

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને માટે એક સારા સમાચાર આવ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે સરકાર આ મોંઘવારીમાં પણ 28 ટકાના દરે મોંઘવારી ભથ્થું (Dearness Allowance)અને મોંઘવારી રાહત (Dearness Relief)આપશે. તેનાથી કેન્દ્ર સરકારના 49.63 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનરોને ફાયદો થશે.

  • કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રાહત
  • સરકાર આ મોંઘવારીમાં પણ આપશે 28 ટકાના દરે રાહત અને મોંઘવારી ભથ્થુ
  • 49.63 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનરોને ફાયદો થશે

આ કારણે જાગી છે આશા

કર્મચારીઓના એસોસિયેશન કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગર્વમેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સે નાણામંત્રી નિર્મલા સીતારમણની સામે સરકારી ખજાનાની સચ્ચાઈનું લેખા જોખા રાખ્યું છે.

સાથે આગ્રહ કર્યો છે કે દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની સાથે વર્તમાન મોંઘવારી દર 28 ટકાના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે.

આર્થિક સ્થિતિમાં થયા સુધારા

દેશમાં હવે સ્થિતિ સારી થઈ રહી છે. કોરોનાના કારણે ચાલી રહેલા અનેક મહિનાઓથી સ્થિતિ સારી ન હતી પણ હવે કોરોનાને લઈને સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સંક્રમણના રોજના 95 હજાર નવા કેસ આવી રહ્યા હતા ત્યારે તેની સંખ્યા ઘટીને હવે 15 હજારની આસપાસ પહોંચી છે. ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો તેમાં 3.6 ટકા વધારો નોંધાયો છે. માર્ચ 2020માં 97597 કરોડ રૂપિયાના જીએસટી કલેક્શન થયું અને ડિસેમ્બરમાં આ આંકડો 1, 15,000 કરોડ રૂપિયાને પાર કરી ચૂક્યો છે. આ આંકડાને જોતાં કર્મચારીઓના એસોસિયેશને સરકારને કહ્યું છે કે તેઓ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અત્યારે ન આપે પણ જુલાઈ 2021 સુધી તેની રાહ જુએ.

મોંઘવારી ભથ્થા પર લાગી છે રોક

એપ્રિલ 2020માં સરકારે આ કર્મચારીઓ અને પેન્શનરોને મળતું મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત રોકી દેવાઈ હતી. સરકારે કોરોના સંક્રમણના કરાણે મુશ્કેલ સ્થિતિને જણાવીને આ નિર્ણય આપ્યો હતો. સરકારે જુલાઈ 2021 સુધી આ નિર્ણય પર રોક લગાવી હતી.

હાલમાં મળી રહેલા રિપોર્ટ્સ અનુસાર દેશની અર્થવ્યવસ્થા પણ એપ્રિલ અને મે 2020 કરતાં સારી છે અને પ્રગતિના પંથે છે. ઓક્ટોબરમાં તેનું સ્તર 3.6 ટકા વધ્યું છે. જીએસટી કલેક્શનમાં પણ વધારો થયો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના પૂરા સમર્પણ અને તન્મયતાની સાથે કામ કર્યું છે. એટલું જ નહીં ડ્યૂટી કરનારા અનેક કર્મચારીઓ અને પેન્શનર્સને તેમના જાન્યુઆરી 2020થી બાકી મોંઘવારી ભથ્થા અને મોંઘવારીની રાહત 28 ટકાના દરે આપવામાં આવી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags