સંદેશ

1.5M Followers

ટયૂશન ક્લાસિસના સંચાલકો માટે આવ્યા રાહતના સમાચાર, કલાસીસ સંચાલકોએ શિક્ષણમંત્રી સાથે બેઠક કરી

23 Jan 2021.12:30 PM

રાજ્યના ક્લાસીસ સંચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધો.9 અને 11ની સ્કૂલો ખોલવા માટે સંકેત આપ્યા બાદ આગામી સમયમાં ક્લાસીસ શરૂ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ક્લાસીસ સંચાલકોએ બેઠક કરી હતી. એટલે એવું કહી શકાય કે આગામી સમયમાં ક્લાસીસ સંચાલકોને સ્થાનિક તંત્રની મંજૂરીની જરૂર પડશે અને પોતાના ક્લાસ શરૂ કરી શકશે. શિક્ષણ વિભાગમાંથી મંજૂરી લેવામાં આવતી નથી.

અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગ કરાઈ છે. આજે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિયેશનના ગુજરાતના હોદ્દેદારો શિક્ષણમંત્રીને મળ્યા હતા.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી તેવું હોદ્દેદારોએ જણાવ્યું હતું. શાળા શરૂ થયા બાદ ક્લાસિસ શરૂ થવા બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લઇ ક્લાસિસ શરૂ કરી શકાશેનો સંકેત શિક્ષણમંત્રીએ આપ્યો છે.

ધોરણ 9 અને 11 માટે પણ સ્કૂલો ખોલવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ધોરણ - 9 અને 11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જેની આગામી 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા કરાશે. ચર્ચા કર્યા બાદ શાળા શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે. ભૂપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે આગામી મીટિંગમાં ધો.9 અને 11 માટે સ્કૂલો ખૂલી શકે છે.

જુઓ આ પણ વીડિયો: RTOમાં હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામા આવતા અરજદારોને રાહત

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags