ABP અસ્મિતા

414k Followers

સૃષ્ટિ ગૌસ્વામી ઉત્તરાખંડમાં એક દિવસ માટે બની મુખ્યમંત્રી, શું છે ઉદેશ્ય?

24 Jan 2021.09:49 AM

સૃષ્ટી ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બની છે. સૃષ્ટી ગૌસ્વામી ઉત્તરાખંડની પહેલી મુખ્યમંત્રી છે. સૃષ્ટી આજે બાલ વિધાનસભામાં જુદા જુદા વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, એક દિવસ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થિની સૃષ્ટિને ઉત્તરાખંડના સીએમનો કાર્યભાર સંભાળશે. દર ત્રણ વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ બાળ સંરક્ષણ આયોગ દ્રારા યોજાય છે.

સીએમ બનાવવાનો ઉદેશ

ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષાનેગીએ કહ્યું કે, સૃષ્ટીને મુખ્યમંત્રી બનાવવાનો ઉદેશ સ્ત્રી સશક્તિકરણને લઇને જાગરૂકતા ફેલાવવાનો છે.

કોણ છે સૃષ્ટી ગૌસ્વામી ?

સૃષ્ટી ગૌસ્વામી બીએસસી એગ્રિક્લ્ચરના સાતમા સેમિસ્ટરની વિદ્યાર્થિની છે. સૃષ્ટિ હરિદ્વારના દૌલતપુરની નિવાસી છે અને તે રૂડકીમાં બીએસએમ પીજી કોલેજની વિદ્યાર્થિની છે. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંગી કરાઇ છે. આ મામલે સૃષ્ટિ ગૌસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags