GSTV

1.3M Followers

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

24 Jan 2021.11:42 PM

9 ઓગસ્ટ 2019 ના રોજ, મોટર વાહન સુધારણા બિલ 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળવાની સાથે દેશમાં એક નવું મોટર વ્હીકલ એક્ટ લાગુ થઇ ગયું છે. જેથી હવે લોકોના મનમાં અનેક પ્રશ્નો થાય છે કે, જેનો તમને આજ દિન સુધી યોગ્ય જવાબ નથી મળ્યો. આવી સ્થિતિમાં, અમે તમારી સામે નવા મોટર વાહન અધિનિયમના કેટલાંક નવા નિયમો જણાવીશું કે, જાણીને તમે બિલકુલ ટેન્શન મુક્ત થઇ જશો.

ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સને 1 લાખ સુધીનો દંડ

નવા કાયદા હેઠળ, ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવો તેમજ ગેરલાયક હોવા છતાં વાહન ચલાવવા બદલ રૂપિયા 10,000 નો દંડ વસૂલવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે હાઇ સ્પીડ પર વાહન ચલાવનારાઓને રૂ. 1000 થી 2,000 નો દંડ ફટકારવામાં આવશે.

જાણો શું છે ટ્રાફિકના નવા 19 નિયમો….

(1) કલમ 178 હેઠળ હવે ટિકિટ વિના મુસાફરી કરવા બદલ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
(2) કલમ 179 હેઠળ જો અધિકારીઓ ઓર્ડર નહીં સ્વીકારે તો 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
(3) કલમ 181 હેઠળ લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
(4) કલમ 182 હેઠળ ગેરલાયક ઠરાવાયા બાદ પણ વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
(5) કલમ 183 હેઠળ હવે ઓવરસ્પીડિંગ (નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવા માટે) LMV માટે 1000 રૂપિયા દંડ અને MPV માટે 2000 રૂપિયાનો આપવાનો રહેશે.
(6) કલમ 184 હેઠળ ખતરનાક રીતે વ્હીકલ ચલાવવા પર હવે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
(7) કલમ 185 હેઠળ દારૂ પીધા બાદ વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા દંડની જોગવાઈ છે.
(8) કલમ 189 હેઠળ હવે ઝડપી / રેસીંગ કરવા બદલ 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
(9) કલમ 1921 A હેઠળ હવે વગર પરમિટે વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
(10) કલમ 193 હેઠળ લાઇસન્સના નિયમો તોડવા બદલ 25,000 થી 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.
(11) કલમ 194 હેઠળ ઓવરલોડિંગ (નિર્ધારિત મર્યાદાથી વધુના માલ માટે) 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયા અને વધારેમાં વધારે રૂ. 20,000 અને પ્રતિ ટન વધારેમાં વધારે 2000 રૂપિયા દંડની જોગવાઈ છે.
(12) સેક્શન 194 એ હેઠળ હવે ઓવરલોડિંગ (જો ક્ષમતા કરતા વધારે મુસાફરો હોય તો) વધારાના પેસેન્જર માટે 1000 રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
(13) સેક્શન 194 બી હેઠળ સીટ બેલ્ટ નહીં લગાવવા પર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
(14) સેક્શન 194 સી હેઠળ હવે સ્કૂટર અને બાઇક પર વધુ ભારણ એટલે કે બે કરતા વધારે લોકો હશે તો રૂ. 2000 સુધીનો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ્દ થઇ શકે છે.
(15) સેક્શન 194 ડી હેઠળ હવે હેલ્મેટ વિના 1000 રૂપિયા સુધીનો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ્દ થઇ શકે છે.
(16) સેક્શન 194 ઇ હેઠળ એમ્બ્યુલન્સ જેવાં ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.
(17) કલમ 196 હેઠળ વીમા વિના વાહન ચલાવવા બદલ 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
(18) કલમ 199 હેઠળ હવે સગીરે કરેલા ગુનાઓના કિસ્સામાં માતા-પિતા / માલિક ને દોષી માનવામાં આવશે. જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જુવેલાઇન એક્ટ હેઠળ સગીર પર કેસ ચાલશે. વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવાશે.
(19) અધિકારીઓને મળેલા અધિકારમાં કલમ 183, 184, 185, 189, 190, 194 C, 194 D અને 194E ની કલમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags