GSTV

1.4M Followers

રાષ્ટ્રીય સન્માન / જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબેને પદ્મવિભૂષણ : 4 ગુજરાતીઓનું પણ કરાયું સન્માન, મહેશ-નરેશની બેલડીને પદ્મશ્રી

25 Jan 2021.9:22 PM

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો સોમવારે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિશેષ યોગદાન આપનારા નાગરિકોનું સન્માન કરાયું છે. 119 હસ્તીઓનું પદ્મ પુરસ્કારોથી સન્માન કરાયું છે.

પદ્મ પુરસ્કારોની જાહેરાત

દેશના સૌથી મોટા રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઇ ગઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને પણ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો સાથે સાથે, સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન સાહૂ, ભૂસ્તર શાસ્ત્રી બીબી લાલને પણ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે.

7 લોકોને પદ્મ વિભૂષણ

ગૃહ મંત્રાલયની જાહેરાત મુજબ કુલ 119 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં, 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં જાપાનના વડાપ્રધાનને પણ સન્માન આપવામાં આવ્યું છે.

10 લોકોને પદ્મ ભૂષણ

તો, 10 લોકોનું પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

102 લોકોનું પદ્મશ્રીથી સન્માન

ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ પદ્મ પુરસ્કારોમાં 102 લોકોને પદ્મશ્રી પુરસ્કારટી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના કુલ 3 મહાનુભાવોને સન્માન આપવામાં આવ્યું છે. સંગીત બેલડી મહેશ-નરેશ કનોડિયા, દાદુદાન ગઢવી,

પદ્મ પુરસ્કારમાં ગુજરાતને સન્માન

વર્ષ 2021ના પહ્મ એવોર્ડની જાહેરાત, કેશુબાપાને મરણોપરાંત પહ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને પહ્મશ્રી આ ઉપરાંત દાદુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ એનાયત

  • કેશુભાઇ પટેલ (મરણોત્તર) - જાહેર બાબતો - પદ્મભૂષણ
  • દાદુદાન ગઢવી - સાહિત્ય અને શિક્ષણ - પદ્મ શ્રી
  • મહેશભાઇ અને નરેશભાઇ કનોડીયા - પદ્મ શ્રી
  • ચંદ્રકાન્ત મહેતા - સાહિત્ય અને શિક્ષણ - - પદ્મ શ્રી

ગલવાન ઘાટીમાં શહીદ થનાર નાયબ સુબુદાર નુદુરમ સોરેન, હવાલદાર કે.પલાની, નાયક દિપક સિંહ, સૈનિક ગુરતેજ સિંઘને ગલવાનમાં વિરતા દાખવવા બદલ વીર ચક્રનું એલાન કરવામાં આવ્યું છે. તો કર્નલ સંતોષ બાબુનું મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માન કરાયું છે.

આ સિવાય પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, વડા પ્રધાનના પૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન (મરણોત્તર), આસામના ભૂતપૂર્વ સીએમ તરુણ ગોગોઈ (મરણોત્તર) અને ધર્મગુરુ કલદી સાદિક (મરણોત્તર) ને 10 પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉપરાંત, ગોવાના પૂર્વ ગવર્નર મૃદુલા સિંહા, બ્રિટિશ ફિલ્મ ડાયરેક્ટર પીટર બ્રુક, ફાધર વાલેસને મરણોપરાંત, પ્રોફેસર ચમનલાલ સપ્રુને મરણોપરાંત સહીત અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags