સંદેશ

1.5M Followers

જૂનો ફોન વેચતાં પહેલાં આ કામ ભૂલ્યા વગર કરજો, નહીંતર લીક થઈ જશે તમારો ડેટા

31 Jan 2021.8:00 PM

લોકો જૂનો સ્માર્ટફોન વેચતાં સમયે ફક્ત સિમ અને મેમરી કાર્ડ જ નીકાળે છે. પણ જરૂરી આઈડી લોગ આઉટ કરવાનું ભૂલી જાય છે. જેનાથી તેઓનો પ્રાઈવેટ ડેટા પર જોખમ ઉભું થાય છે. જો તમે પણ જૂનો ફોન વેચવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા કામની છે. અહીં આજે અમે તમને જણાવીશું કે સ્માર્ટફોન વેચતાં પહેલાં શું કરવું જોઈએ જેનાથી પ્રાઈવેટ ડેટા સુરક્ષિત રહે.

મોબાઈલ ફેક્ટરી રિસેટ કરી દો

મોબાઈલ વેચતાં પહેલાં ફેક્ટરી રિસેટ જરૂર કરી દો. આમ કરવાથી તમારો તમામ ડેટા ડિલિટ થઈ જશે. સાથે જ ગુગલથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધીની તમામ આઈડી ડિલિટ થઈ જશે. ફેક્ટરી રિસેટ કરવા માટે ફોનનાં સેટિંગમાં જાઓ.

અહીં તમને બેકઅપ એન્ડ રિસેટનો ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો. જે બાદ તમારો ફોન ફેક્ટરી રિસેટ થઈ જશે.

પ્રાઈવેટ ડેટાનો બેકઅપ અચૂકથી લો

મોબાઈલ વેચતાં પહેલાં જરૂરી ડેટાનો બેકઅપ જરૂરી બનાવી લો. તેનાથી તમારો ડેટા ક્યારેય ડિલિટ કે લીક નહીં થાય. બેકઅપ બનાવવા માટે સૌથી પહેલાં સેટિંગમાં જાઓ અને અહીં બેકઅપ ઓપ્શન પર ક્લિક કરો. જે બાદ તમારો ડેટા ગુગલ ડ્રાઈવમાં સેવ થઈ જશે.

ગુગલ એકાઉન્ટ લોગ આઉટ કરો

મોબાઈલ સેલ કરતાં પહેલાં ગુગલ એકાઉન્ટ જરૂરથી લોગ આઉટ કરી દો. તેનાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે. ગુગલ એકાઉન્ટ લોગ આઉટ કરવા માટે સેટિંગમાં જાઓ. હવે તમને યુઝર એન્ડ એકાઉન્ટ્સનો ઓપ્શન જોવા મળશે. તેના પર એન્ટર કરો. અહીં તમને રિમૂવનો ઓપ્શન જોવા મળશે. તેને ક્લિક કરીને એકાઉન્ટ ડિલિટ કરી દો.

આ વીડિયો પણ જુઓઃ પોશીના પંથકમાં ટાબરિયા ગેંગ સક્રિય થઈ

 

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags