TV9 ગુજરાતી

410k Followers

Aadhaar Cardની મદદથી થોડી મિનીટમાં જ મેળવો PAN Card, આ છે સરળ સ્ટેપ્સ

31 Jan 2021.07:52 AM

આપણને અનેક પ્રકારના કામ માટે પાનકાર્ડની જરૂર હોય છે. જો તમારે તાત્કાલિક પાનકાર્ડની જરૂર છે અને તમે હજી પાનકાર્ડ બનાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું ઇ-પાન કાર્ડ થોડીવારમાં જ ઓનલાઇન બનાવી શકો છો. આ માટે તમારે કોઈ લાબું ફોર્મ ભરવાની જરૂર નથી. તમે આધાર નંબર દ્વારા જ પાન કાર્ડ બનાવી શકો છો. આ અંતર્ગત Aadhaar આધારિત e-KYC દ્વારા તાત્કાલિક PAN (Permanent Account Number) જાહેર કરવામાં આવે છે.

માન્ય આધાર કાર્ડ દ્વારા દસ મિનિટથી ઓછા સમયમાં પાનકાર્ડ મેળવી શકાય છે. આ એક ફ્રી સુવિધા છે. પાન કાર્ડ માટે તમારે આવકવેરા વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે. ઇ-પાન માટે અરજી કરવા માટે તમારે ફક્ત 12-અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.

જો કે, આ માટે મોબાઇલ નંબરનું આધાર સાથે લિંક હોવું જરૂરી છે.

ચાલો જાણીએ પ્રક્રિયા શું છે.

સ્ટેપ 1. આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.

સ્ટેપ 2. હોમ પેજમાં 'Quick Links' સેક્શનમાં જઈ ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો.

સ્ટેપ 3. આ બાદ ‘Get New PAN’ની લિંક પર ક્લિક કરો. જે તમને ઈન્સ્ટન્ટ પાન રીક્વેસ્ટ પર લઇ જશે.

સ્ટેપ 4. હવે તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ લખીને કન્ફર્મ કરો.

સ્ટેપ 5. ત્યાર બાદ 'Generate Aadhar OTP' પર ક્લિક કરો. ત્યાર બાદ તમને રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે.

સ્ટેપ 6. ટેક્સ્ટ બોક્સમાં OTP દાખલ કરીને 'Validate Aadhaar OTP’ પર ક્લિક કરો. બાદમાં ‘Continue’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7. હવે તમે પાન રીક્વેસ્ટ સબમીશન પેજ પર રિ-ડાયરેક્ટ થઇ જશો. અહીં તમારે તમારી આધાર વિગતોની પુષ્ટિ કરવી પડશે અને નિયમો અને શરતો સ્વીકારવી પડશે.

સ્ટેપ 8. આ બાદ 'Submit PAN Request' પર ક્લિક કરો.

સ્ટેપ 9. હવે એનરોલમેન્ટ નંબર જનરેટ થશે. તેને નોંધી લો.

આ રીતે ડાઉનલોડ કરો પાન કાર્ડ
આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટના હોમપેજ પર 'Quick Links' વિભાગ પર જઈને અને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો. બાદમાં ‘ચેક સ્ટેટસ / ડાઉનલોડ પેન’ પર ક્લિક કરો. અહીં તમે આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારા પાન કાર્ડની સ્થિતિ ચકાસી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.

The post Aadhaar Cardની મદદથી થોડી મિનીટમાં જ મેળવો PAN Card, આ છે સરળ સ્ટેપ્સ appeared first on Tv9 Gujarati #1 News Channel.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags