VTV News

1.2M Followers

સુવિધા / આધાર કાર્ડમાં તમારો ફોટો ચેન્જ કરાવવો છે? તો આ એકદમ સરળ પ્રોસેસથી ફટાફટ કરાવી લો

31 Jan 2021.12:06 PM

જો તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ નથી તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલીને ચેન્જ કરી શકો છો.

  • ભારતના દરેક નાગરિકની ઓળખ માટે આધાર નંબર એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે
  • ભારતના નાગરિકને 12 અંકનો ખાસ ઓળખ નંબર આપવામાં આવે છે
  • આધારમાં રહેલો ફોટો પસંદ ન હોય તો કરો આ કામ

ભારતના દરેક નાગરિકની ઓળખ માટે આધાર નંબર એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાગરિકને 12 અંકનો ખાસ ઓળખ નંબર આપવામાં આવે છે. જેમાં વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટો અને તેની બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હોય છે. ઘણી સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ફરજિયાત થઈ ગયું છે અને એટલે જ જરૂરી છે કે તેમાં આપેલી બધી જ માહિતી અપડેટેડ હોય.

પણ જો તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ નથી તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલી શકો છો.

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલવા માટે જ ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઈ-મેલ એડ્રેસ અને ફોટોગ્રાફ જેવા અન્ય ફેરફારો માટે તમારે ઓફલાઇન પ્રક્રિયા ફોલો કરવી પડશે. જેમાં ફોટો ચેન્જ કરાવવા માટે બે વિકલ્પો છે. પહેલું એ કે નજીકના નોંધણી કેન્દ્ર પર જઈ શકો છો અને બીજો પોસ્ટ દ્વારા ફોટોગ્રાફમાં ફેરફાર માટે અરજી કરી શકો છો.

આધાર ફોટો બદલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ યુઆઈડીએઆઇની સત્તાવાર વેબસાઇટ પર Get Aadhaar સેક્શનમાં જઈને આધાર આધાર નોંધણી / અપડેટ ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ પછી ફોર્મ યોગ્ય રીતે ભરો અને આધાર નોંધણી કેન્દ્રમાં જઈને સબમિટ કરો.
  • એ પછી તમારી ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ ફરીથી નોંધણી કેન્દ્રમાં લેવામાં આવશે.
  • તમારા આધારની જાણકારી અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • તમારો ફોટો અપડેટ કરવાની અરજી સ્વીકારતાની સાથે જ તમને યુઆરએન અથવા અપડેટ વિનંતી નંબર મળશે.
  • આ નંબર દ્વારા તમે તમારી એપ્લિકેશનને ઓનલાઇન ટ્રેક કરી શકો છો.
  • જરૂરી ડેટા યુઆઇડીએઆઇ કોર્પોરેટ ઓફિસને મોકલવામાં આવશે. તમને લગભગ 90 દિવસમાં અપડેટ કરેલા ફોટા સાથે એક નવું આધાર કાર્ડ મળશે.

પોસ્ટ દ્વારા આ રીતે ચેન્જ કરો ફોટો

  • જો તમે આધાર સેવા કેન્દ્રમાં જવા નથી માંગતાતો તમે યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીને પત્ર લખીને તમારા આધાર કાર્ડને સુધારી અથવા અપડેટ કરી શકો છો.
  • આ માટે યુઆઈડીએઆઈ પોર્ટલ પર જાઓ અને ત્યાંથી 'આધારકાર્ડ અપડેટ કરેક્શન' ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે તમે આ ફોર્મમાં પૂછાયેલી બધી માહિતી ભરો.
  • આ પછી આધાર કાર્ડ, યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીનું નામ અપડેટ કરવા માટે એક પત્ર લખો.
  • આ પત્રની સાથે તમારો Self attested photo (સાઈન કરીને) અટેચ કરી દો.
  • આ પછી ફોર્મ અને પત્ર બંનેને યુઆઇડીએઆઇ ઓફિસને પોસ્ટ કરો.
  • બે અઠવાડિયામાં તમને નવા ફોટોગ્રાફ સાથે એક નવું આધારકાર્ડ મળી જશે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags