VTV News

1.2M Followers

ટિપ્સ / તમારા બાળકને આંખમાં નંબર આવી ગયા છે? તો આ 5 નેચરલ ટિપ્સ કરી દેશે દૂર, થોડાં જ સમયમાં હટી જશે ચશ્મા

01 Feb 2021.11:51 AM

તમારા બાળકને આંખોમાં નંબર આવી ગયા છે તો અહીં જણાવેલા ઉપાય કરો, નેચરલી નબંર થશે દૂર અને આંખો હેલ્ધી બનશે.

  • તમારા બાળકને આંખમાં નંબર છે તો કરો આ કામ
  • સરળ ઉપાયથી આંખોના નંબર કરો દૂર
  • આંખોને હેલ્ધી રાખવા જરૂરી છે આ ટિપ્સ

આજના બાળકો મોબાઈલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહે છે. મોબાઈલની હાનિકારક રોશની બાળકની નાજુક આંખોને નુકસાન પહોંચાડે છે. આંખોની એક્સરસાઈઝની સાથે સરળ ઘરેલુ નુસખાઓની મદદથી તમારા બાળકના આંખોના નબંર તમે દૂર કરી શકો છો અને આંખોને હેલ્ધી પણ બનાવી શકો છો. તો આંખોની રોશનની સલામત રાખવા માંગતા હો તો આ ટિપ્સને જરૂર ફોલો કરો.

માખણ

કેલ્શિયમ અને વિટામિન એની કમી દૂર કરવા માટે માખણ અને દૂધને બાળકના આહારમાં સામેલ કરો. આ સિવાય એક કપ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, જેઠીમધનો પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને બાળકને પીવડાવો. રોજ તેનું સેવન કરવાથી લાભ થશે.

ગાજર જ્યૂસ

ગાજર પણ આંખો માટે હિતકારી છે બાળકને ગાજર ખવડાવો. જો બાળક ગાજર ખાવામાં આનાકાની કરે તો તેને ગાજરનું જ્યુસ આપો, ગાજરમાં રહેલું વિટામીન 'એ' આંખો માટે ફાયદાકારક છે તેનાથી આંખોની રોશની વધે છે.

ત્રિફલા ચૂર્ણ

આંખના નંબર ઉતારવા માટે ત્રિફળા ચૂર્ણ પણ કારગર છે. ત્રિફલાચૂર્ણ હરડે, બહેડા, આમળા ઉપકારક છે. આ ત્રણેય ફળને અધકચરા ખાંડી નાખો અને તેની સફેદ કાપડમાં પોટલી વાળી દો. આ પોટલીને રાત્રે તાંબાના પાણી ભરેલા કળશમાં ડુબાડી દો. હવે સવાર બ્રશ કર્યાં બાદ મોંમાં પાણી ભરીને આંખોમાં તાંબાના કળશમાં ભરેલું પાણી છાંટો. આ પ્રયોગ એક વર્ષ સુધી કરવાથી આંખોના નંબર ઉતરી જાય છે. પાણીમાં પલાળેલી બદામ પણ ફાયદાકારક છે. રાત્રે પાંચ દાણા બદામને પાણીમાં પલાળી દો પછી તેને સવારે ખાઈ લો. આવું કરવાથી પણ આંખોની રોશની વધે છે.

આંખોની એકસરસાઈઝ

આંખની એક્સરસાઈઝ માટે જ્યોતિ ત્રાટક કરો. આંખોની સામે થોડા અંતરે કેન્ડલ કે દીપક સળગાવો અને તેની સામે એકટીસે પલકને ઝબકાવ્યા વિના તેને નિહાળો. આવી એક્સરસાઈઝ ડેઈલી કરવાની ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને રાઈટથી લેફ્ટ અને લેફ્ટથી રાઇટ ફેરવો. ઉપરથી નીચે ફેરવો અને આ રીતે એકસરસાઈઝ કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. આંખને હળવા હાથે હથેળી વડે દબાવીને થોડીવાર બાદ છોડો આ રીતે કરવાથી આંખને રિલેકશન મળશે અને રોશનીમાં વધારો થશે આંખોની થકાવટ દૂર થશે.

એલચી અને વરિયાળી

રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચીવાળું દૂધ પીવાની આદત પાડો. આ દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આંખો સ્વસ્થ રહે છે. વરિયાળી, સાકર, બદામને મિક્સ કરીને એક ગ્લાસ દૂધમાં પીવાથી ફાયદો થાય છે. આંખોની રોશની વધે છે.

સંતુલિત આહાર

આ સાથે સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. શારીરિક કમજોરી ઓછી કરવા માટે હેલ્ધી ફૂડ લેવું જરૂરી છે. શાકભાજી. વિટામિન એ યુક્ત આહાર, પપૈયા, સંતરા, પાલક, કોથમીર, બટાટા વગેરેને ડાઈટમાં સામેલ કરો. જેનાથી આંખોના વિઝનમાં સુધારો થાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags