VTV News

1.2M Followers

Tech / પ્રાઇવસીનો ખતરો દૂર : કોઇ પણ ફોન નંબર વગર આ રીતે યુઝ કરો વૉટ્સઍપ

03 Feb 2021.11:41 AM

નવી પ્રાઇવસી પોલીસીની વાત સામે આવ્યા બાદ વૉટ્સઍપને ઘણા યુઝર્સ છોડી રહ્યાં છે પરંતુ એક ટ્રીક છે જેના દ્વારા તમે નંબર વગર યુઝ કરી શકશો.

  • વૉટ્સઍપ પ્રાઇવસીનો ડર દૂર
  • પર્સનલ નંબર વગર કરો વૉટ્સઍપ યુઝ
  • વૉટ્સઍપ ચાલશે તમારા નંબર વગર

વૉટ્સઍપ સાથે પોતાનો પ્રાઇવેટ ડેટા શૅર કરવો પડશે આ વાતને લઇને ઘણા યુઝર્સ ડરી ગયા છે અને વૉટ્સઍપનો ઉપયો બંધ કરી દીધો છે.

તેમ છતાં વૉટ્સઍપનો ઉપયોગ કરવો હોય તો પર્સનલ નંબર વગર ઉપયોગ કરી શકશો.

કેવી રીતે કરશો નંબર વગર યુઝ
તમારા પર્સનલ નંબર વગર વૉટ્સઍપ યુઝ કરવુ હોય તો તમારે એક વર્ચ્યુઅલ નંબરની જરૂર પડશે. જેના માટે તમારે TextNow આ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.

આ રીતે મળશે વર્ચ્યુઅલ નંબર
હવે વૉટ્સઍપ માટે વર્ચ્યુઅલ નંબર મેળવવા માટે તમારે TextNow પર ફ્રી અકાઉન્ટ બનાવવું પડશે. લોન ઇન કરીને તમારે અમેરિકા કે કેનેડા સ્થિત 5 ફ્રી ફોન નંબરની લિસ્ટ મળશે. તેમાંથી કોઇ પણ એક નંબર સિલેક્ટ કરી લો. આ વર્ચ્યુઅલ નંબરથી તમે ફોન કરી શકો છો અને મેસેજ મોકલી તેમજ રિસીવ કરી શકો છો.

કેવી રીતે નંબર વગર ચાલશે વૉટ્સઍપ
હવે વૉટ્સઍપને ફોનમાં ડાઉનલોડ કરી લો. જો તમારા ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ છે તો તમારે અનઇન્સ્ટોલ કરવું પડશે અને બાદમાં ફરીથી ડાઉનલોડ કરવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે વર્ચ્યુઅલ નંબરના આધાર પર ભારતના STD કોડને અમેરિકા કે કેનેડામાં બદલી દો. બાદમાં વર્ચ્યુઅલ નંબર નાંખો, બેકગ્રાઉન્ડમાં TextNow એપ્લીકેશન ઓપન રાખવી જરૂરી છે.

આ વાતનું રાખો ધ્યાન
મહત્વનું છે કે આ નંબરથી વૉટ્સઍપ શરૂ કરતી વખતે તમને ઓટીપી નહી મળે, એટલે તમારે ઓટીપીની ટાઇમિંગ એક્સપાયર થાય ત્યાં સુધી રાહ જુઓ. બાદમાં કોલમી ઓપ્શન સિલેક્ટ કરો. જેથી TextNow એપમાં કોલ આવશે જે એક ઓડિયો મેસેજ હશે. ઓટીપી નાંખ્યા બાદ આગળની પ્રોસેસ કરો અને વૉટ્સઍપનો ઉપયોગ કરો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags