GSTV

1.3M Followers

ખતરો! 1 કરોડ ફોનમાં છે તે Appમાં આવ્યો ખતરનાક વાયરસ, તમારા ફોનમાં હોય તો તરત જ કરી નાંખજો ડીલીટ

09 Feb 2021.3:32 PM

Barcode Scanner App વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. Malwarebytesએ આ જાણકારી આપી છે. વાયરસથી યુઝર્સને ઇન્ફેક્ટ કર્યા બાદ Barcode Scannerને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુઝર્સને ઢગલાબંધ જાહેરાતો જોવા મળી રહી હતી અને તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા તે ખુલી રહી હતી. એપમાં વાયરસ હોવાની ફરિયાદ મળ્યા બાદ ગૂગલે ફટાફટ આ એપને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. એપને પ્લે સ્ટોરથી 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.

ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઓપન થઇ રહી હતી જાહેરાત

Malewarebytesના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરના અંતમાં અમારા ફોરમ યુઝર્સથી એક ડિસ્ટ્રેસ કૉલ મળવાનું શરૂ થયું. આ યુઝર્સને જાહેરાત જોવા મળી રહી હતી જે તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઓપન થઇ રહી હતી.

ખાસ વાત છે કે તેમાંથી કોઇને પણ તાજેતરમાં જ કોઇ એપ ઇન્સ્ટોલ કરી ન હતી અને જે એપ ઇન્સ્ટોલ થઇ હતી તેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી હતી. તે બાદ એક Anon00 યુઝરનેમ વાળા એક યુઝરને જાણવા મળ્યું કે આ જાહેરાત લાંબા સમયથી ઇન્સ્ટોલ Barcode Scanner એપથી આવી રહી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. અમે જલ્દી જ વાયરસને ડિટેક્ટ કરી અને પછી ગૂગલે પણ તેને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી.

એક અપડેટ બાદ Barcode Scanner એક મેલિશિસ Appમાં તબદીલ થઇ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે યુઝર્સના મોબાઇલમાં આ App લાંબા સમયથી ઇન્સ્ટોલ હતી. જો કે ડિસેમ્બરમાં આવેલી એક અપડેટ બાદ Barcode Scanner એક મેલિશિસ Appમાં તબદીલ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અપડેટ 4 ડિસેમ્બર, 2020ના રોજ રોલ આઉટ થયુ હતુ. તે પણ જાણવા મળ્યું છે કે આ App અપડેટમાં એક Android/Trojan.HiddenAds.AdQR કોડ હતો જેથી યુઝર્સ પોતાના સ્માર્ટફોનના ડિફોલ્ટ બ્રાઉઝર પર થર્ડ પાર્ટી એડ સાઇડ પર રીડાયરેક્ટ થઇ રહ્યાં હતા.

અમારી સલાહ છે કે જો તમારા સ્માર્ટફોનમાં પણ Barcode Scanner એપ ઇન્સ્ટોલ હોય તો તેને તરત જ ડીલીટ કરી દો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags