GSTV

1.3M Followers

SBI ગ્રાહકો ધ્યાન રાખજો! KYC વેરિફિકેશન માટે આવે કોલ તો કરોં આ કામ, પૈસા રહેશે એકદમ સુરક્ષિત

19 Dec 2020.06:50 AM

જો તમારું ખાતુ દેશની સૌથી મોટી બેન્ક SBI માં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ખરેખેર ભારતીય સ્ટેટ બેન્ક (SBI) એ પોતાના 42 કરોડથી વધારે ગ્રાહકોને એક જરૂરી સૂચના આપી દીધી છે. SBI એ KYC વેરિફિરેશનના નામ પર કોલ અથવા મેસેજની વિરુદ્ધ ચેતવણી આપી છે. SBI એ ટ્વિટર પર આ જાણ કારી આપી છે. SBI એ એક ટ્વીટમાં કહ્યું કે, KYC વેરિફિકેશનના આવનાર કોલ અથવા મેસેજથી ખુદને સુરક્ષિત રાખો.

ફ્રોડની સૂચના બેન્કને આપો

SBI એ ટ્વીટમાં કહ્યું કે, KYC વેરિફિકેશનનો અનુરોધ કરનાર ફ્રોડવાળા કોલ અથવા મેસેજથી ખુદને સુરક્ષિત રાખો.

SBI એ સુરક્ષા સલાહ માટે એક વીડિયો શેર કર્યો છે અને આ પ્રકારના મામલાની રિપોર્ટ https://cybercrime.gov.in પર કરવાનું કહ્યું છે.

ફ્રોડથી બચવા માટે જણાવવામાં આવ્યા 7 ટિપ્સ

  • OTP કોઈની સાથે શેર ન કરો.
  • રિમોટ એક્સેસ એપ્લિકેશનથી બચો.
  • અજાણ્યા શખ્સથી આધારની કોપી શેર ન કરો.
  • પોતાના બેન્ક ખાતામાં પોતાના નવા કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટ કરો.
  • સમય-સમય પર પોતાનો પાસવર્ડ બદલતા રહો.
  • પોતાનો મોબાઈલ અને ખાનગી ડેટાને કોઈની સાથે શેર ન કરો.
  • કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા બચો.

ફ્રોડ થવા પર અહીંયા કરો સંપર્ક

SBI એ ગ્રાહકોને ફ્રોડ થવા પર શું કરવુ જોઈએ, તે પણ જણાવ્યું છે. SBI એ કહ્યું, તમે પોતાના બેન્ક ખાતામાં કોઈપણ અનધિકૃત લેણદેણને જોવો છો તો તેને તરત ટોલ-ફ્રી કસ્ટમર કેયર નંબર- 18004253800 અને 1800112211 પર દાખલ કરાવો. તે સાથે જ https://cybercrime.gov.in પર સાયબર ક્રાઈમની રીપોર્ટ કરો.

શું છે KYC વેરિફિકેશન?

KYC નો મતલબ છે પોતાના ગ્રાહકોને જાણો. આ સુનિશ્વિત કરવા માટે તેમના ગ્રાહક વાસ્તવિક છે. બેન્ક દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેથી ફોન, ટેક્સ્ટ અથવા ઈમેલના માધ્યમથી સત્યાપન કરવું સાચુ નથી. તેથી જો તમારે KYC વેરિફિકેશન માટે કોલ અથવા મેસેજ મળે છે તો યાદ રાખો કે, આ એક ફ્રોડ કોલ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags