VTV News

1.2M Followers

નિર્ણય / હવે દર અઠવાડિયે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે બદલાવ, જાણો સમગ્ર વિગત

22 Dec 2020.12:31 PM

તેલ કંપનીઓ હવે દરેક અઠવાડિયે LPG સિલિન્ડરની કિંમતને લઇને સમીક્ષા કરશે. સમીક્ષામાં સિલિન્ડરની કિંમતમાં વધારો કે ઘટાડો થશે તેને લઇને નિર્ણય લેવામાં આવશે.

  • LPGના ભાવમાં થશે બદલાવ
  • દર અઠવાડિયે બદલાશે ભાવ
  • લેવાઇ જશે સિલિંડરને લઇને નિર્ણય


સૂત્રો અનુસાર સાર્વજનિક તેલની કંપનીઓ આ તૈયારીમાં જોડાયેલી છે.

સાથે જ ડિલર પણ પોતાના સ્તર પર તૈયારીમાં જોડાઇ ગયા છે.

મહિનામાં વધતી હતી કિંમત

ઉલ્લેખનિય છે કે પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત મહિનામાં એક વાર નક્કી થતી હતી. તેલ કંપનીના અધિકારીઓનું જો માનીએ તો આ નિર્ણય કંપનીને થઇ રહેલા લોસને લઇને લેવામાં આવ્યો છે. છેલ્લા વર્ષ સુધી એક મહિનામાં ગેસની કિંમત ઓછી થતી હતી તો આવનારા એક મહિના સુધી કંપનીને નુકસાન ઉઠાવવું પડતું હતું. હવે નવી વ્યવસ્થા બાજ એક જ અઠવાડિયામાં નુકસાન પર કાબુ મેળવવામાં આવશે.

ટેકનીકલ પ્રોબ્લેમ

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, હવે દર અઠવાડિયે કિંમતમાં બદલાવ થશે માટે ઘણી ટેકનીકલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ મુદ્દે તેલ કંપનીઓના અધિકારીઓ તરફથી કોઇ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એજન્સીના સંચાલક નવા નિર્ણયને લઇને વારે ઘડિયે ફોન કરી રહ્યાં છે.

ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર

રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ સિલિન્ડર હવે 694ને બદલે તમે 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકોને માટે એક શાનદાર ઓફર લાવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. તો જાણો કઈ રીતે મળશે ફાયદો.

Paytm આપી રહ્યું છે કેશબેકની સુવિધા

મળતી માહિતી અનુસાર Paytm થી LPG સિલિન્ડર બુક કરાવવાથી તમને 500 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આ માટે તમારે એપને ડાઉનલોડ કરવાની રહે છે.

આ રીતે મળશે ફાયદો

કેશબેકનો ફાયદો લેવા માટે સૌ પહેલાં Recharge & Pay Billsના ઓપ્શન પર જાઓ. અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમને ગેસ કંપનીના ઓપ્શન મળશે. પેમેન્ટ કરતાં પહેલાં ઓફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.

પહેલીવાર બુકિંગ કરાવતાં મળશે ફાયદો

ઉલ્લેખનીય છે કે Paytm થી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવતાં 500 રૂપિયાનું કેશબેક મળે છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયા આપવાના રહે છે અને કંપની તમને 500 રૂપિયાનું કેશબેક આપશે. તે તમારા પેટીએમ ખાતામાં પાછા આવશે. એટલે કે તમને સિલિન્ડર 194 રૂપિયામાં પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags