GSTV

1.3M Followers

WhatsApp પર કોન્ટેક્ટ એડ કરવાની આ છે સ્માર્ટ ટ્રીક, એક કોડ સ્કેન કરતા જ ફોનમાં જોડાશે નંબર

27 Dec 2020.7:13 PM

જો તમે કોઈ અનનોન વ્યક્તિને WhatsApp પર મેસેજ કરવાનો હોય છે, તો તે માટે આપણે સૌ પ્રથમ પોતાના ફોનમાં કોન્ટેક્ટ એડ કરવાના હોય છે અને ફરી આપણે મેસેજ કરી શકીએ છીએ, પરંતુ એક એવી રીત પણ છે જેમાં સરળતાથી કોન્ટેક્ટ એડ કરી મેસેજ કરી શકો છો. કંપનીએ હાલમાં જ પોતાની એપમાં QR કોડ ફીચરને એડ કર્યુ છે જેનાથી તમે સરળતાથી કોન્ટેક્ટ્સ એડ કરી મેસેજ કરી શકો છો.

WhatsApp QR Codes ને સરળતાથી એન્ડ્રોયડ અને iOS એપમાં ક્રિએટ અને સ્કેન કરી શકાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે, તમે કેવી રીતે QR કોડ ક્રિએટ અને સ્કેન કરી શકો છો.

એન્ડ્રોયડ પર WhatsApp QR કોડને સ્કેન અને ક્રિએટ કરવાની રીત

  • વોટ્સએપને ઓપન કરો અને ઉપર જમણી બાજુ આપવામાં આવેલ ત્રણ ડોટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ 'Setting' ઓપ્શ પર ટેપ કરો. અહીંયા તમારા નામની જમણી બાજુ QR Code ઓપ્શન દેખાશે.
  • તેમાં તમને My Code અને Scan Code ઓપ્શન દેખાશે. જેમાં તમે My Code પેજનો સ્ક્રીનશોટ પોતાના કોન્ટેક્ટને એડ કરવા માટે શેર કરી શકે છે.
  • તે સિવાય Scan Code નો ઓપ્શન તમે કોઈ બીજા યૂઝરને એડ કરવા માટે કરી શકો છો.
  • કોડના સ્કેન થયા બાદ તે કોન્ટેક્ટ તમારા વોટ્સએપમાં સરળતાથી એડ થઈ જાય છે.
  • જો કોઈને પોતાના QR કોડનો સ્ક્રીનશોટ આપ્યો છે અને તેને એડ કરવા માગો છો તો Scan Code પેજની અંદર ગેલરી આઈકન પર ટેપ કરો. અહીંયા તમે સ્કેન કરવા માટે કોડને સિલેક્ટ કરી શકો છો અને કોન્ટેક્ટ એડ કરી શકો છો.

iOS ડિવાઈસ પર QR Code ક્રિએટ અને સ્કેન કરવાની રીત

  • સૌ પ્રથમ પોતાના WhatsApp ને ઓપન કરો અને નીચે જમણી બાજુ દેખાઈ રહેલ Setting પર ટેપ કરો.
  • અહીંયા તમારી નામની બાજુમાં દેખાઈ રહેલ QR Code પર ટેપ કરો.
  • તેમાં તમને પોતાનો QR Code દેખાશે જેને તમે બીજાની સાથે શેર કરી શકો છો. તે સિવાય Scan પર ક્લિક કરી તમે બીજા કોન્ટેક્ટ્સને જોડી શકો છો.
  • તે સિવાય iOS વર્ઝનમાં તમે Reset QR Code પર ક્લિક કરી તેને રિસેટ પણ કરી શકો છો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags