સાંજ સમાચાર

310k Followers

ચુંટણી પુર્વે જ શિક્ષકોના જીલ્લાફેર બદલી કેમ્પ યોજવા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની માંગ

31 Dec 2020.5:55 PM

ગાંધીનગર, તા. 31
રાજ્યના પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના બદલી કેંપ યોજવા માંગણી ભાજપના ચાર ધારાસભ્યો એ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બદલી કેંપ કરવા માંગણી ભાજપના ધારાસભ્યો એ કરી છે. એટલું જ નહીં ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બદલી ન થઈ હોવાનો દાવો પણ લેખિત રજુઆતોમાં કરવામાં આવ્યો છે.ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગજેંદ્રસિહ પરમાર, રાજેન્દ્રસિંહ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તબક્કાવાર શિક્ષણ મંત્રીને પત્ર લખી બદલી કેમ્પ સત્વરે યોજવા અનુરોધ કર્યો છે.


ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો એ છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ સમયથી વતનની રાહ જોતાં શિક્ષકો માટે યોજાતા બદલી કેમ્પ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ લેખિત રજૂઆતો કરી છે.

ઉલ્લેખનીય છે કે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઇ પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ સરકારને વિનંતી કરી છે

કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના કરવામાં આવતા બદલી કેમ્પ ઘણા સમયથી કરવામાં આવ્યા નથી એટલું જ નહીં 20 કે 25 વર્ષ કરતા પણ વધુ સમયથી પોતાના માદરે વતનની રાહ જોતા શિક્ષકોને તેમના પોતાના વતનનો લાભ મળે તે માટે રાજ્ય નું શિક્ષણ વિભાગ સત્વરે શિક્ષકોના બદલી કેમ્પ કરે તેવી રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે . એટલું જ નહીં આ તમામ ધારાસભ્યોએ તાલુકા ફેરબદલી કેમ્પ અને 100% જિલ્લા ફેર બદલી કેમ્પ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કરવામાં આવે તેવી માગણી પણ કરી છે . લેખની એ છે કે ભારતીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યોએ બદલી શિક્ષકોની તરફેણમાં કેમ્પ માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ત્યારે ધારાસભ્યોની માગણી ભાજપ સરકાર ક્યારે પૂરી કરશે તેની રાહ શિક્ષક આલમ જોઈ રહ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar